Proud of Gujarat
FeaturedGujaratINDIA

મેહુલિયો હવે તો આવ : તૌકતે વાવાઝોડા બાદ હોંશેહોંશે વાવેતર કરનારા ભરૂચ જિલ્લાના ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો.

Share

તૌકતે વાવાઝોડા બાદ સારો વરસાદ થતાં ખેડૂતોએ હોંશેહોંશે વાવેતર તો કરી લીધું હતું. પરંતુ ભરૂચ જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતો મૂંઝાયા છે અને જો વરસાદ થોડા દિવસોમાં નહીં આવે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

આકાશ તરફ નિરાશ નજરે મીટ માંડીને અમરેલીના ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ રહ્યાં છે. આકાશમાં વાદળો બંધાય છે, પરંતુ વરસાદ થતો નથી. ભરુચ પંથકના ખેડૂતો દૂર દૂર સુધી વરસાદની રાહ જોઈ મેઘરાજાને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છે કે, મેહુલિયા હવે તો આવ. ભરૂચ જિલ્લામાં લાખો હેક્ટરમાં વાવેતર કરાયું છે. જેમાં વધુ પ્રમાણમાં કપાસનું વાવેતર છે અને અન્ય શેરડી, તુવેર અને અન્ય ઘાસચારા સહિતનું અન્ય પાકોનું વાવેતર છે. વાવાઝોડા બાદ સારો વરસાદ થતાં ભરૂચ જિલ્લાના ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું હતું. પરંતુ છેલ્લા 25 દિવસથી ભરૂચ જિલ્લામાં પણ વરસાદ ખેંચાયો છે. ત્યારે પાક હવે ધીરે ધીરે કરમાઈ રહ્યો છે અને જો વરસાદ નહિ આવે તો આ પાક નિષ્ફળ જશે ત્યારે કપાસના કુમળા છોડ પણ હવે વધારે ખેંચી શકે તેમ નથી. જો બે પાંચ દિવસમાં વરસાદ નહીં થાય પાક નિષ્ફળ જવાની ખેડૂતોને પૂરેપૂરી ભીતી છે.

લાખો રૂપિયાના ખર્ચે બિયારણ અને ખાતર લાવી ખેડૂતોએ ભગવાન ભરોસે ખેતરમાં વાવી દીધુ છે. ત્યારે આકાશમાં બંધાતા વાદળો હવે ખેડૂતોને છેતરી રહ્યા છે. ખેડૂતો પણ જાય તો કહા જાયેની સ્થિતિમાં મૂકાયા છે અને કપાસ તેમજ તુવેર પાક નિષ્ફળ જાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહયા છે. પરંતુ જો વરસાદ થોડા દિવસમાં થઇ જાય તલ, કપાસ, મગફળીના પાકને બચાવી લેવાય તેવો વિશ્વાસ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે.

Advertisement

કમોસમી વરસાદ, વાવાઝોડું જેવા અનેક માર સહન કરીને આ વર્ષે સારા વરસાદની શરૂઆતમાં ખેડૂતોએ કરેલું વાવેતર હવે આકાશમાં બંધાઈ રહેલા છેતરામણા વાદળો કદાચ ખેડૂતોને ફરી પાયમાલ કરે તો નવાઈ નહિ. જોકે હજુ થોડા દિવસમાં વરસાદ થાય તો બધું જ સારુ થઈ જશે. પરંતુ જોવાનું એ રહે છે કે ક્યારે મેઘરાજા ખેડૂતો ઉપર મહેરબાન થશે. જો વરસાદ આવે તો ખેતી લાયકપાકોને નવું જીવતદાન મળી શકે તેમ છે. પણ નહિ આવે તો આ તમામ પાક મુરઝાઈ જશે. અને સાથે ખેડૂતોની મહેનત પણ બરબાદ થશે.


Share

Related posts

૧૦ થી ૧૫ ટકાનો ફીમાં વધારો CBSE દ્વારા

ProudOfGujarat

તવરા રોડ ઉપર મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા ચાલક નું ઘટના સ્થળે જ મોત…

ProudOfGujarat

નડિયાદ જિલ્લામાં પ્રથમ આવેલા એ-વન રેન્કવાળા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા સ્મૃતિ આપી સન્માનિત કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!