દે.બારીયાના કાપડી વિસ્તારમાં રહેતા ત્રણ યુવાન મિત્રોના મૃતદેહો રૂવાબારી -ડાંગરીયા રોડ ઉપરની બાજુમાં આવેલ એક જમીનમાંથી મળી આવતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે, અને પ્રારંભમા અકસ્માતે મોતના આ બનાવ સામે આ ત્રણ મૃતક યુવકોના સ્વજનોએ આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો આક્રંદ ભર્યો આક્રોશ વ્યક્ત કરી હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરતા ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી છે અને ત્રણ મિત્રોના એક સાથે રહસ્યમય મોત સંદર્ભમાં અત્યારે દે.બારીયા પોલીસ તંત્રએ સ્વજનોને સમજાવ્યા બાદ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પરંતુ કાપડી વિસ્તારમાં આ ત્રણ લઘુમતી સમાજના મિત્રોનું અકસ્માતે મોત નહીં પરંતુ હત્યાને અકસ્માતમાં ફેરવી દેવાના આ સુવ્યવસ્થિત ષડયંત્ર સંદર્ભમાં તહેર-તહેરની ચર્ચાઓ ઊભી થવા પામી છે.
દે.બારિયા પંથકમાં ભારે ચકચાર જગાવનાર ત્રણ યુવક મિત્રોના અકસ્માતે મોત સંદર્ભમાં જાણવા મળ્યા પ્રમાણે કાપડી વિસ્તારમાં રહેતા આ ત્રણ યુવકો યુસુફ ઐયુબ કમાલ સુકલા (ઉ.વ.૨૧) સમીર યાકુબ ઝેથરા (ઉ.વ.૨૧) અને અકબર સત્તાર પટેલ (ઉ.વ.૨૫) ગત મોડી સાંજે બાઇક લઇને રવાના થયા હતા આ ત્રણેય યુવકોના મૃતદેહો આજ સવારમાં રૂવા બારી -ડાંગરિયા રોડની બાજુમાં આવેલ એક ઝાડી-જાખરા વાળી જમીનમાં અંદાજે ૫૦ મીટર જેટલા દૂર મળી આવતા સ્વજનો અને પોલીસ તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ત્રણ મૃતક યુવાનોના ચહેરા ઉપર દેખાતા ઈજાઓના નિશાનો અને મૃતદેહો જે સ્થળેથી મળી આવ્યા આ ઘટના સ્થળના દ્રશ્યોની આગળ પડેલ બાઇકને જોયા બાદ મૃતક યુવકોના સ્વજનોએ આ અકસ્માત નહિ પરંતુ આ યુવકોની કૂરતાપૂર્વ હત્યા કર્યા બાદ આ મૃતદેહો ને આ જમીનમાં એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે આ ઘટના અકસ્માતમાં ફેરવાઈ જાય એવો આક્રોશ વ્યક્ત કરીને હત્યાનો ગુનો દાખલ કરવા માટે દે.બારીયા પોલીસ તંત્ર સમક્ષ આકૂંદ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે ત્રણ યુવકોના આ મોતની ખબરો સાથે આસપાસ પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. જોકે દે.બારીયા પોલીસ તંત્ર ત્રણ યુવકોના મોત સંદર્ભમાં ન્યાયી તપાસ હાથ ધરવામાં આવશેના સમજાવટ બાદ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આ મૃતક યુવાનનું તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહોને સ્વજનોને સુપરત કર્યા હતા.!!
પંચમહાલ રાજુ સોલંકી