Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધરમપુરમાં અંતરીયાળ અવલખાંડીમા ગાંજાની ખેતી પકડાતા ચકચાર : જિલ્લા એસઓજીની ટીમે સફળ ઓપરેશન પાર પાડયુ.

Share

જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી એસઓજી પીઆઈ વી. બી. બારડની ટીમે મિશન પાર પાડ્યું. કારેલા અને આંબાની આડમાં વાવેલા ગાંજાના ૧૬૯ છોડ મળ્યા. રૂ. ૨.૧૬ લાખની કિંમતના ગાંજાના ૨૧.૬૬ કિલો છોડ કબજે કરાયા. ૧૬ વર્ષ પહેલા પણ કલવાડા ગામમાંથી ગાંજાનું ખેતર પકડાયું હતું ૨૯૭ છોડ કબજે કરાયા હતા.

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી બે નંબરી ધંધો કરનાર પર પોલીસ હાવી બની છે વલસાડ જિલ્લાની SOG ની ટીમને મળેલી બાતમીના આધારે ધરમપુરના અવલખડી ખાતે એક ઘરની નજીક આવેલી ખુલ્લી જગ્યામાં ગાંજાના છોડ રોપી ઉછેર કરી રહ્યો હોવાની બાતમી મળતા વલસાડ SOG ની ટીમે રેડ કરતા 2.65 લાખની કિંમતના 165 ગાંજાના છોડ ઝડપી પાડયા હતા. ઘર માલિકને વોન્ટેડ જાહેર કરી ધરમપુર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાની SOG ની ટીમને મળેલી બાતમીના આધારે ધરમપુર તાલુકાના અવલખંડી ગામના નવા પાડા ફળિયામાં રહેતા દેવુભાઈ રામુભાઈ રાઉતના રહેણાંક મકાનમાં રેઇડ કરતા દેવું રાઉત ઘરે હાજર નહીં મળ્યો હતો. જેથી ત્યાં હાજર દેવુ રાઉતની પત્નીને SOG ની ટીમે અને પોલીસે સમન્સ આપી તેણીને સાથે રાખી દેવુ રાઉતના મકાન અને કબજાવાળી વાડીમાં તપાસ કરતા બંને જગ્યાએથી પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજાના છોડ જેવા દેખાતા છોડનું વાવેતર કર્યું હોવાનું જણાયું હતું.

Advertisement

આ અંગે જાણ કરાતા સ્થળ પર આવેલા એફએસએલ અધિકારીએ આ છોડ પૈકી એક છોડમાંથી જરૂરી નમૂનો લઈ પ્રાથમિક રાસાયણિક પરીક્ષણ કરતા તેમાં મેરીજૂઆના માટેનું સકારાત્મક પરિણામ મળતા પોલીસે બંને જગ્યાએથી લીલા ગાંજાના કુલ 165 છોડ જેની કિંમત રૂપિયા 2,16,600અ ને વજન 21.660 સાથે એફએસએલ સેમ્પલ અને રિઝર્વ સેમ્પલ માટે 04 છોડ મળી કુલ 169 છોડ કબજે કર્યા હતા અને દેવું રામુભાઈ રાઉતની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

કાર્તિક બાવીશી


Share

Related posts

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક રાજધાની એક્સપ્રેસની અડફેટે અજાણ્યા આધેડનું મોત…   

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. એ વેડચમાંથી પત્તા પાનાનાં જુગારની સફળ રેઇડ કરીને સાત જુગારીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

મોટામિયા માંગરોલનાં ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીનાં માર્ગદર્શન હેઠળ મામલતદારને મહામારી સમયે જરૂરિયાતમંદ લોકો માટે અનાજની કીટ આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!