હાલ ભરૂચ, જંબુસર, વાગરા, દહેજ અને વડોદરા જિલ્લાના કરજણ શિનોર, પાદરા અને ભરૂચ તાલુકાનાં અનેક ગામડાઓના તુવેર, કપાસ, શાકભાજી સહિતના ખેતીલાયક પાકોમાં સ્થાનિક ઔદ્યોગિક એકમોના વાયુ પ્રદૂષણને કારણે ખેતી નિષ્ફળ જવા પામી છે.
અગાઉ પણ ખેતીના નુકશાનના સર્વે બાબતે અનેક રજૂઆતો કોંગ્રેસી અગ્રણી સંદીપ મગરોલા દ્વારા કલેક્ટર ભરૂચ, વડોદરા અને સરકારમાં કરવામાં આવી છે. હાલમાં ચોમાસુ પણ નબળું છે એવામાં ખેડુતો પાસે ખેતરોમાં બગડેલો પાક સાફ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઘણા ગામડાના ખેડૂતોએ નિષ્ફળ ગયેલા પાકને સાફ કરવાનું શરૂ કરી દીધું છે. આવા સંજોગોમાં સરકાર તરફથી ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી હજી સુધી શરૂ કરી નથી.
જે ખેડૂતોએ ખેતરમાં નિષ્ફળ ગયેલો પાક સાફ કરી દીધો છે એ ખેડૂતો આ સર્વેથી વંચિત ન રહી જાય એ માટે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ કલેકટર ભરૂચ અને વડોદરા તથા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી ગુજરાત રાજ્યને પત્ર લખી તત્કાલી સર્વે અંગે શરૂઆત કરવા માંગ કરી હતી.