Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલામાં “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો.

Share

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં ગ્રામીણ સ્વ-સહાય જુથોની સશકત બહેનો સાથે “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” ના યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના મહિલા અગ્રણી ભારતીબેન તડવી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મમતાબેન તડવી, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન નીલાંબરીબેન પરમાર, નાંદોદના તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકાર પી. ડી. પલસાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ. ડિંડોડ, જિલ્લાના મહિલા અગ્રણી દર્શનાબેન દેશમુખ વગેરે સહિત જિલ્લાની સ્વ-સહાય જુથોની બહેનોની ઉપસ્થિતિમાં રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂક્યો હતો.

જિલ્લાના મહિલા અગ્રણી ભારતીબેન તડવીએ તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે પ્રધાનમંત્રી વિમા યોજના, કન્યા કેળવણી યોજના સહિત અનેકવિધ મહિલા ઉત્કર્ષલક્ષી યોજનાઓ અમલમાં મુકીને છેવાડાની મહિલાઓને પગભર બનાવી છે.

સરકાર દ્વારા વર્ષ ૨૦૧૦ મા મિશન મંગલમ યોજના અમલમાં મુકીને ૧૦ હજાર સખીમંડળોને ૬ કરોડ રૂપિયા આપીને આત્મનિર્ભર બનાવી છે. નર્મદા જિલ્લામાં પણ ૧૦ થી ૨૦ બહેનોને ભેગા કરી એક સખી મંડળની રચના કરી છે, જેમાં એક સખી મંડળને રૂા.૧ લાખ લેખે ૨૪ સખી મંડળોને રૂા.૨૪ લાખની લોન ચૂકવીને સરકારએ ગ્રામીણ મહિલાઓને સંગઠિત કરી તેમને આર્થિક અને સામાજિક રીતે મહિલાઓને સશક્ત બનાવવાનું કાર્ય હાથ ધરીને મહિલાઓને ઘર આંગણે જ રોજગારી પૂરી પાડી છે.

મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે બેન્ક મિત્ર, દિવેટ બનાવવાની કામગીરી, વાંસની બોટલ બનાવવાની કામગીરી કરી રહ્યાં છે તેની સાથોસાથ કોવિડ-૧૯ ના સમયગાળામાં પણ સ્વ સહાય જૂથની બહેનોએ માસ્ક બનાવવાની ઉત્તમ કામગીરી હાથ ધરીને આત્મનિર્ભર બનીને રાજ્ય અને દેશમાં પોતાનું યોગદાન આપીને પ્રગતિ કરી રહ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી દર્શનાબેન દેશમુખ અને દિનાબેન સંઘવીએ કાર્યક્રમને અનુલક્ષીને પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઓનલાઇન વર્ચ્યુઅલના માધ્યમ થકી યોજાયેલા “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” કાર્યક્રમમાં વિવિધ મહિલાઓ સાથે આત્મિયતાસભર સંવાદ સાધીને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇને આત્મનિર્ભર બનવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના અન્ય તાલુકા મથકો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” ઓનલાઇન વર્ચ્યુઅલના માધ્યમ થકી ગ્રામજનોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

इरफान खान अभिनीत “कारवां” के साथ एक एडवेंचर, अराजक और भावनात्मक सफ़र के लिए तैयार हो जाइये, ट्रेलर कल होगा रिलीज!

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદીમાંથી અજાણ્યા ઇસમનો ડી કંપોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો…!

ProudOfGujarat

જાણીતા એક્ટર અને ‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!