વડોદરામાં રહેતા વોર વેટરન વિંગ કમાન્ડર વિજય કર્ણિકના જીવન પર ફિલ્મ પ્રોડ્યુસર અભિષેક ધુધૈયાએ ‘ધ પ્રાઈડ ઓફ ભુજ’ ફિલ્મ બનાવી છે. જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે 1971 માં થયેલા યુદ્ધની સ્ટોરી ફિલ્મમાં બતાવવામાં આવી છે, ત્યારે કોણ છે વિજય કર્ણિક અને યુદ્ધમાં શું હતી તેમની ભૂમિકા જુવો આ અહેવાલમાં…
ભારત દેશની રક્ષા દેશના જવાનો કરી રહ્યા છે, ત્યારે વડોદરામાંરહેતા વોર વેટરન વિંગ કમાન્ડર વિજય કર્ણિક દેશના એક એવા યોધ્ધા છે, જેમને ભારત દેશ માટે ત્રણ ત્રણ યુદ્ધ લડ્યા છે, વિજય કર્ણિકે દેશ માટે 1962, 1965 અને 1971 માં યુદ્ધ લડ્યા છે. વિજય કર્ણિક ઉપરાંત તેમના ત્રણેય ભાઈઓ પણ દેશની સેવામાં જોડાયા છે. વિજય કર્ણિકના ભાઈ વિનોદ કર્ણિક મેજર જનરલ, લક્ષ્મણ કર્ણિક વિંગ કમાન્ડર અને અજય કર્ણિક એર માર્શલ તરીકે દેશની રક્ષા કરી રહ્યા છે.
મહત્વની વાત એ છે કે ભારત પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971 માં થયેલ યુદ્ધમાં ચારેય ભાઈઓ સામેલ હતા. જેમાં વિજય કર્ણિક અને લક્ષ્મણ કર્ણિક ભુજ બેઝ પર ફરજ પર હતા, જામનગર એર બેઝ પર અજય કર્ણિક પાઇલોટ ઓફિસર તરીકે હતા જ્યારે રાજસ્થાન બોર્ડર પર કેપ્ટન વિનોદ કર્ણિક હતા. ચારેય ભાઈઓ પિતા શ્રીનિવાસ અને માતા તારાબાઈની પ્રેરણાથી દેશની સેવામાં જોડાયા. વર્ષ 1971 ના યુદ્ધમાં પાકિસ્તાને ભુજ એર બેઝના રનવે વે બોમ્બ મારો કરી રન વે ને ભારે નુકશાન પહોંચાડ્યું. જેના કારણે રન વે એરફોર્સ માટે બિનઉપયોગી બન્યો હતો.