ભરૂચ પંથકમાં તસ્કરોનો ખળભળાટ વધી જવા પામ્યો છે. કોરોના મહામારીમાં જાણે લોકો બેકાર બની અને ગેરમાર્ગે દોરાઈ રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. ભરૂચ જીલ્લામાં દરરોજ મકાનના તાળાં તૂટી રહ્યા છે તો ક્યાંક દુકાનોમાં ચોરી રહી છે તો ક્યાક કંપનીઓમાં સામાનની ચોરી થઈ રહી છે .
બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લામાં ગતરોજ રાત્રિ દરમિયાન સ્ટેશન રોડ પર ચાર તથા સેવાશ્રમ રોડ પર ચાર દુકાનના તાળા તૂટ્યા હતા અને જેમાંથી હજોરીની મત્તાનો હાથફેરો કર્યા હોવાની આશંકા સામે આવી રહી છે. જેમાં દુકાન બહાર લગાવામાં આવેલ સી.સી.ટી.વી. ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. રાત્રિના સમયનો ફાયદો ઉઠાવી અને તસ્કરો દુકાનો સાફ કરી રહ્યા છે. આશરે 2 થી 3 જેટલા ઇસમો સી.સી.ટી.વી. ફૂટેજમાં જણાઈ રહ્યા છે.
હવે આજ તસ્કરો દ્વારા આઠ દુકાનના તાળાં તોડવામાં આવ્યા છે કે પછી અન્ય લોકો પણ સામેલ છે જે તપાસનો વિષય બન્યો છે. જેમાં એ ડિવિઝન પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસની તજવીજ હાથધરી છે.