આજે પણ ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના પ્રદુષણ પર કોઈ અંકુશ આવ્યું નથી. NCT નું ડિસ્ચાર્જ બંધ છે તો ખાડીઓમાં નિકાલ થઈ રહ્યું છે. જવાબદાર કોણ એનસીટી ની પાઇપલાઈનમાં સજોદ નજીક ભંગાણ સર્જાયું છે. એનસીટી ના ગાર્ડ પોન્ડ ભરાતા કેમિકલ યુક્ત પાણી બારોબાર આમલાખાડીમાં વહેતું થયું છે. ઘટનાને પગલે અંકલેશ્વર અને પાનોલીના 1700 ઉદ્યોગોનું એફ્લુઅન્ટ નહિ છોડવા તાકીદ કરાઈ છે.
બે દિવસીય સમારકામને લઇ ઉદ્યોગો બંધ રહેતા ઉત્પાદન લોસનો ખતરો ઉભો થયો છે. જીપીસીબી એ સ્થળ પર દોડી આવી સેમ્પલ લઈ ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ કર્યો હતો તેમજ એનસીટી ને સ્થળ નોટિસ ફટકારી હતી. સોમવારે રાતે ઉદ્યોગોને જાણ કરવા છતાં પ્રદુષિત પાણીનો વધુ જથ્થો આવી જતા આમલાખાડીમાં દૂષિત પાણી ફરી વળ્યા હતા. ઉમરવાડા જતા રસ્તા પર આવેલ પુલ પરથી આમલાખાડીમાં લાલ કલરનું અને તીવ્ર વાસવાળું પ્રદુષિત પાણી વહી રહ્યું હોવાનું સ્થાનિક પર્યાવરણ સંસ્થાને માલુમ પડતાં તપાસ કરતા આ એફ્લુઅન્ટ NCT પ્લાન્ટમાંથી આવતું હોવાની શંકાના આધારે NCT પ્લાન્ટમાં જતા ત્યાં નજરે જોતા જણાયું હતું કે, અંકલેશ્વર અને પાનોલીમાંથી આવતા પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ કર્યા વગર આમલાખાડીમાં મોટા બે પાઇપો દ્વારા છોડવામાં આવી રહ્યું છે. જેની મૌખિક ફરિયાદ GPCB ને કરતા ટીમે સ્થળ તપાસ અને સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર