માંગરોળ તાલુકાના વસ્તાન ગામે આદિવાસી વિધવા મહિલા પશુપાલકની ગાયનું દીપડાએ મારણ કરતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
આઈ પી સી એલ કંપનીના માઇન્સ એરીયા નજીકના ગ્રીન બેલ્ટમાં પહોંચી હતી. આ સમયે ગ્રીન બેલ્ટ નિવાસ્થાન બનાવીને રહેતા દીપડાએ ગાયનું મારણ કર્યું હતું. આ ઘટના સંદર્ભે ગામના પૂર્વ ઉપ સરપંચ સોકતભાઈ રંદેરાએ વન વિભાગને જાણ કરી હતી.
વધુમાં ગ્રામજનોએ જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસથી દીપડો વસ્તાન ગામના રહેણાક વિસ્તારમાં આવી રહ્યો છે અને કેટલીકવાર મરઘાનો શિકાર કરી જાય છે. જેથી ગામ લોકોમાં એક ભય ફેલાયો હતો ત્યારે વનવિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે દિપડાને પાંજરે પુરી જંગલમાં તેનું સ્થળાંતર કરાવે તેવી માંગને લઈ પાંજરું ગોઠવતા દીપડી પાંજરે પુરાઈ હતી. દીપડી પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો. દીપડી પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા જંગલમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ