નવસારી તાલુકાના વેજલપોર ગામે આવેલા પ્રસિદ્ધ શ્રી જંગલી હનુમાનજી મંદિરે કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલની ૮૦૮ મી શ્રી રામકથામાં આજે શિવ-પાર્વતી વિવાહ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ઉત્સવ મનોરથી ગુલાબભાઇ ભુલાભાઈ પટેલ અને પાર્વતીબેન ગુલાબભાઈ પટેલ દ્વારા શિવ-પાર્વતી વિવાહ ઉજવાયો હતો. ઠાકોરભાઈ મગનભાઈ પટેલ (લીંગડ) મોસાળ પક્ષે રહી મોસાળું ભર્યું હતું.મુખ્ય યજમાન પ્રફુલભાઈ રતિલાલભાઈ પટેલ દ્વારા પોથીપૂજન અને વ્યાસપૂજન કરવામાં આવ્યું હતું.સદગુરૂ શ્રી બજરંગદાસ બાપાની તપસ્થલી શ્રી જંગલી હનુમાનના સાનિધ્યમાં રામ કથાનું મંગલાચરણ કરતા કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે ક્ષણમાં રીઝે તે શિવ, ક્ષણમાં નારાજ થઈ જાય તે જીવ. શિવ જગતમાં ઝેર પીવાનું કામ કરે છે, જીવ જગતમાં ઝેર ફેલાવાનું કામ કરે છે. આજે રૂદ્રાભિષેકના મનોરથી ધ્રુવીબેન કુમારભાઈ પટેલ, જયાબેન રાજેશભાઇ પટેલ, હેમંતભાઈ અર્જુનભાઇ પુરોહિત, રૂપાબેન શૈલેષભાઇ પુરોહિત, હેમુબેન મિતેષભાઈ પટેલ દ્વારા પાર્થિવ શિવલીંગ અભિષેક પૂજન સંપન્ન થયું હતું. સાંજે પાર્થિવ શિવલિંગનું વિસર્જન કરીને બીજા દિવસે ફરીથી ૧૦૮ પાર્થિવ શિવલિંગ નિર્માણ કરવામાં આવશે. આવતીકાલે કથામાં રામજન્મ ઉત્સવ ઉજવાશે. જેની તડામાર તૈયારી થઈ રહી છે.
કાર્તિક બાવીશી