પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કર્યો છે. યોજનાની શરૂઆત ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લાના લાભાર્થીઓને એલપીજી કનેક્શન આપીને કરવામાં આવી છે ત્યારે સુરત જિલ્લામાં પ્રથમ વખત માંગરોળ તાલુકાના ઈશનપુર ગામે લાભાર્થી મહિલાઓને ગેસ કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઝીલ એચ.પી.ગેસ એજન્સી દ્વારા જિલ્લા પંચાયતનાં દંડક દિનેશભાઈ સુરતીના હસ્તે ૩૫ લાભાર્થી મહિલાઓને ગેસ કનેક્શનનું વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમના જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી, તાલુકા પંચાયતના સભ્ય શકુંતલા ચૌધરી, હરિવરદન ચૌધરી અને ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ કરણ ચૌધરી હાજર રહ્યા હતાં.
Advertisement
વિનોદ મૈસુરિયા : વાંકલ