Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : જિલ્લા આઇ.સી.ડી.એસ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ સ્તનપાન સપ્તાહ” ની કરાયેલી ઉજવણી.

Share

ગુજરાત રાજ્યમાં આઇ.સી.ડી.એસ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે “સ્તનપાન થકી રક્ષણ- સૌની જવાબદારી” ની થીમ મુજબ તાજેતરમાં રાજપીપલાની પ્રાઇવેટ નર્સિંગ હોમ- ઋતુ હોસ્પિટલ ખાતે “વિશ્વ સ્તનપાન સપ્તાહ” ની ઉજવણીના યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતાં આઇ.સી.ડી.એસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલે ઋતુ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા તમામ નર્સિંગ તેમજ સપોર્ટીવ સ્ટાફને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંગે માહિતગાર કરાયાં હતાં તેમજ સ્તનપાન વિશેની જાણકારી પુરી પડાઇ હતી.

નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એ.કે.સુમને “સ્તનપાન સ્પતાહ” ની ઉજવણી અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, બાળકના જન્મ બાદ તુરંત જ બાળકને સ્તનપાન કરાવવું ખુબ જ આવશ્યક હોવાની સાથે બાળકને સ્તનપાન કરાવવાની યોગ્ય પધ્ધતિઓ, સ્તનપાન વિશેના કાયદા (Infant Milk Substitute Act) ઉપરાંત જ્ન્મ બાદ તુરંત જ સ્તનપાન કરાવવાથી શિશુના મૃત્યુ દરમાં ઘટાડો લાવી શકાય છે તેમ ડૉ. સુમને ઉમેર્યું હતું. ન્યુટ્રીશન કન્સલટન્ટ યુનિસેફના ડૉ.સુરેશ પરમારે ઉજવણીને અનુલક્ષીને માહિતી પુરી પાડી હતી.

Advertisement

આ પ્રસંગે ઋતુ હોસ્પિટલના ડૉ.શાંન્તિકર વસાવા, આર.બી.એસ.કે ના મેડીકલ ઓફીસરશ્રી ડૉ.નરેન્દ્ર પટેલ વગેરે સહિત તબીબી કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર : ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળની મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

વડોદરા:હોટલના ખાળકૂવાની સફાઇ કરવા ઉતરેલા ૭ સફાઈ કર્મચારીઓના ઝેરી ગેસની અસર થતાં મોત,હોટલ માલિક હોટલ બંધ કરી ફરાર…

ProudOfGujarat

ચૂંટણી ટાણે જ નશાનો વેપલો ધમધમાવવા સક્રિય થયેલા બુટલેગરો સામે ભરૂચ એસ પી ડો.લીના પાટીલની ટીમે સપાટો બોલાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!