Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : વાલીયા તાલુકાના ચમારીયા પાસે બે બાઇક સામસામે અથડાતા બે ને ઇજા એકનું મોત.

Share

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ભીલોડ ગામે રહેતા અક્ષય અર્જુનભાઈ વસાવા તથા તેનો મિત્ર છોટુભાઈ સંજયભાઈ વસાવા તેમની બાઇક લઇને ગતરોજ વાલિયા ખાતે કોઇ કામ માટે ગયા હતા. વાલીયાથી કામ પતાવી ભીલોડ ગામે પાછા ફરતા હતા ત્યારે ચમારીયા નજીકથી પસાર થતી વખતે વટારીયા ગામનો ક્રિષ્ટી વસાવા નામનો ઇસમ તેની બાઈક લઇને આવતો હતો. આ બંને બાઈકો ધડાકાભેર એકબીજા સાથે અથાડાતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બંને બાઇક પર સવાર ત્રણેય ઇસમો નીચે ફંગોળાયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્રણેયને વાલીયા સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જવાયા હતા. સરકારી દવાખાનાના તબીબોએ છોટુભાઈ સંજયભાઈ વસાવાને મરણ પામેલ જાહેર કર્યો હતો, જ્યારે અક્ષય તથા ક્રિસ્ટી વસાવાને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લઇ જવાયા હતા. અકસ્માત બાબતે અક્ષય વસાવાના મોટાભાઈ આકાશ અર્જુનભાઈ વસાવાએ વાલીયા પોલીસ મથકમાં ક્રિષ્ટી રમેશભાઈ વસાવા રહે. વટારીયા તા. વાલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

તાપી- વાલોડ તાલુકા ના દેગામા ગામ ના ટોકર ફળિયા માંથી અંદાજે 3 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ …

ProudOfGujarat

મોટામિયા માંગરોળ મુકામે SBI બેંકનાં પરષોત્તમભાઈ ચૌધરીનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયા એ વિશ્વ આરોગ્ય દિવસે ફિટ અને ટોન બોડી માટે એક ગુપ્ત મંત્ર કર્યો શેર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!