ભરૂચ સ્થિત અંકલેશ્વર, ઝઘડીયાને દહેજ કે જેમાં ભરૂચ ચારેય દિશાએ કેમિકલ યુક્ત વાતાવરણથી ઘેરાયેલું છે તેવામાં અંકલેશ્વર ખાતે કેમિકલયુકત ગંદુ પ્રવાહી નદી, નાળામાં છોડી અને પર્યાવરણનું ખનન કરી રહ્યા હોવાના કૌભાંડો સામે આવી રહ્યાં છે.
એનસીટી અને નોટિફાઈડ વિભાગ અંકલેશ્વર કે અન્ય કેમિકલ છોડતી કંપનીઓને અટકાવતી હોય અને અને તેઓની સામે કડક કાર્યવાહી કરતી હોય છે તે જ પર્યાવરણની રક્ષાની જવાબદારી નિભાવતી સંસ્થાઓના વિભાગોમાં કેમિકલ નિકાલનું કૌભાંડ ચાલી રહ્યું છે.
પર્યાવરણ પ્રેમી એક જાગૃત નાગરિક દ્વારા નોટિફાઈડ વિભાગની અંદરના દ્રશ્યો પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને જાગૃત નાગરિક દ્વારા જણાવામાં આવ્યું હતું કે, એનસીટી પ્લાન્ટની અંદરથી કેમિકલયુકત ગંદુ પાણી ઇન્ડસ્ટ્રીયલ બીજ પ્લાન્ટની અંદર જઇ રહેલું છે. તેઓને જાણ થયેલ હતી કે સાજલી પાસે એક પાઇપલાઇન લીકેજ થઈ છે પરંતુ પાઇપલાઇન જ્યારે લીકેજ થાય છે ત્યારે ઇન્ડસ્ટ્રીઝને એફ્લુઅન્ટ બંધ કરી દેવાની સુચનાઓ આપવામાં આવે છે અને ફાઇનલ પંપીંગ સ્ટેશન બંધ કરી દેવામાં આવે છે. જયારે ફાઇનલ પંપીંગ સ્ટેશનમાં પંપીંગ પ્રક્રિયા ચાલુ હતી.
જેમાં એફ્લુઅન્ટ ખાડીઓની અંદર ઓવરફલો થઈને આવી રહ્યું છે. જેથી આસપાસની ખાડીઓ પ્રદુષિત થઈ રહી છે. જયારે લાઈનો તૂટે છે ત્યારે એફ્લુઅન્ટ ખાડીઓમાં વહેવડાવી દેવામાં આવે છે અને ખાડીઓને પ્રદુષિત કરવામાં આવે છે. એન.સી.ટી.માં દર મહિને એકાદ એવો બનાવ બનતો હોય છે કે એફ્લુઅન્ટ ખાડીઓમાં વહેતું થઈ જાય છે. જેને કારણે પર્યાવરણને ઘણું મોટું નુકશાન થઈ રહ્યું છે. જેવા આક્ષેપો લગાવામાં આવ્યા હતા. જેથી આ થઇ રહેલ કૌભાંડ અર્થે વહેલી ટકે કોઈ કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર