Proud of Gujarat
FashionFeaturedGujarat

શ્રાવણના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ઘૂઘવ્યો માનવ સાગર

Share

શ્રાવણ માસ માં ભગવાન ભોળાનાથ ની પૂજા-અર્ચનાનું અનેરૂ મહત્વ છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે પવિત્ર યાત્રાધામ સોમનાથમાં શિવભક્તોનો માનવ મહાસાગર છલકાયો છે. વહેલી સવારથી જ ભગવાનના ભોળાનાથના દર્શન માટે લોકોની લાંબી લાઇન લાગી છે. સોમનાથમાં શિવલિંગના દર્શન કરી ભાવીકો ધન્ય બન્યા હતા.

શ્રાવણ માસ માં દેશભરમાં ભગવાન શિવજીની ઉપાસના કરવામાં આવતી હોય છે. સોમનાથ મંદિરે દેશ-વિદેશથી શિવભક્તો ભગવાન ભોળાનાથના દર્શનાથે આવતા હોય છે. ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે અને ભગવાન સોમનાથની પ્રાંત: આરતીના દર્શન કરી ભાવીકો ધન્ય બન્યા હતા. ભુદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પાલખી યાત્રામાં ભક્તો ભગવાન સોમનાથના મુખારવિંદ સ્વરૂપના દર્શન કર્યા હતા.

Advertisement

સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિના ના પહેલા જ દિવસે ભારે ભીડ જોવા મળી છે. ગુજરાત માં આવેલું આ એકમાત્ર જ્યોર્તિલિંગ છે, તેથી તેનું શ્રાવણ મહિનામાં મહત્વ વધી જાય છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ટ્રસ્ટ દ્વારા કોવિડ ની ગાઇડલાઇન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથમાં શ્રાવણ માસ દરમ્યાન દર્શન માટેની લાંબી લાઇનમાં ઉભા રહેલા ભાવિકો વરસાદમાં પલળે નહીં કે તડકો ન લાગે તે માટે ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વખતે પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને બોરસલ્લીનો શ્રુંગાર કરવામાં આવશે. શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ સોમનાથ આવી પહોંચ્યા હતા. તેમણે સોમનાથ ટ્રસ્ટના સચિવ પી. કે. લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તેમજ તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.ભગવાન શિવને અતિ પ્રિય રુદ્રાક્ષનો મહિમા શાસ્ત્રોમાં ઉલેખાયો છે. કહેવાય છે કે શિવની આંખમાંથી પડેલું આંસુ જેને સામાન્ય ભાષામાં રુદ્રાક્ષ કહેવામાં આવે છે, રુદ્રાક્ષ ના મણકા ખૂબ જ ખાસ હોય છે. આ રુદ્રાક્ષને ધારણ કરનારને માનસિક શાંતિ, શારીરિક સમસ્યામાં રાહત, ભાગ્યનો સાથ સહિતના લાભ થાય છે. રુદ્રાક્ષની માળાનો ઉપયોગ મંત્રજાપ માટે પણ કરવામાં આવે છે. રુદ્રાક્ષ અલગ અલગ પ્રકારના હોય છે. તેના અલગ અલગ પ્રભાવ પણ છે.


Share

Related posts

ભારે વરસાદને પગલે ઉમરગામ તાલુકામાં તારાજીનો તાગ મેળવવા સાગરકાંઠાના ગામોની મુલાકાત લેતા આદિજાતિ રાજ્‍ય મંત્રી રમણલાલ પાટકર

ProudOfGujarat

ભરૂચ શહેરના કંથારીયા રોડ પર આવેલા મુન્નકોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી લીધા.

ProudOfGujarat

રાજપીપલામાં બીજેપી દ્વારા “વન ડે વન ડીસ્ટ્રીક “કાર્યક્રમ અંતર્ગત સી આર પાટીલની ઉપસ્થિતિમા પેજ સમિતિનુ વિશાળ સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!