સમગ્ર દેશમાં આગામી 19 મી જુલાઇના રોજ મહોરમ પર્વની ઉજવણી થવાની છે ત્યારે આજરોજ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપી ઇસ્લામ ધર્મના મહાન પયગંબરના દોહિત્રની યાદમાં મુસ્લિમ બિરાદરો વર્ષોની પ્રણાલિકા મુજબ આ વર્ષે પણ મોહર્રમના તહેવારની ઉજવણી કરવા માંગ કરાઇ છે.
તાજીયા કમિટીના પ્રમુખ બખ્તિયારખાન પટેલ ઉર્ફે બક્કો પટેલ દ્વારા જણાવાયું કે રાજકીય પ્રોગ્રામોને જો સરકાર તરફથી પરવાનગીઓ મળતી હોય તો ધાર્મિક પ્રોગ્રામોને પણ સરકારએ પરવાનગી આપવી જોઈએ, સરકાર પરવાનગી આપશે તો મોહર્રમનો તહેવાર અમે સરકારની ગાઇડલાઇન પ્રમાણે ઉજવીશું.
આ પ્રસંગે તાજીયા કમિટી પ્રમુખ બક્કો પટેલ, તાજીયા કમિટીના સ્ક્રેટરી વસીમ ફડવાલા તેમજ સંચાલન પ્રમુખ નૂરભાઈ હાજર રહ્યા હતા. તેઓનું માનવું છે કે રાજકીય પક્ષોને કોઈ પણ પ્રકારની ઉજવણી કરવા પરવાનગી આપી શકતા હોય તો ધાર્મિક પ્રવૃતિઓને પણ પરવાનગી આપવી જોઈએ.
મુકેશ વસાવા : અંકલેશ્વર