Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

Share

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે આદરવામાં આવેલા જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો નવમો દિવસ અંબાજીથી ઉંમરગામ સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગી વિકાસને સમર્પિત કરવામાં આવ્યો હતો જેની પુર્ણાહુતી રાજપીપલા ખાતે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવી ઉજવણી કરી હતી જેમાં મુખ્યંત્રીએ આજે નર્મદા જિલ્લાના રાજપીપલાથી વિશ્વ આદિવાસી દિવસના અવસરે રાજપીપળા નજીક જીતનગર ખાતે અંદાજે રૂ.૩૪૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્તકર્યું કર્યું હતું અને મુખ્યમંત્રીએ આદિવાસી વિસ્તારોમાં રૂ. ૪૮૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૧૯૯ વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.૧૨૨૨ કરોડના ૯૦ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.

આ પ્રસંગે ઉત્તરપ્રદેશની ચૂંટણીના સંદર્ભમાં ગુજરાતનું ઇલેકશન વહેલું આવશે કે કેમ આ અંગે મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી સમયસર જ થશે. અમે લોકો તો સતત કામ કરનારા લોકો છીએ. ચૂંટણીલક્ષી ભારતીય જનતા પાર્ટી યોજના બનાવતી નથી. અમે તો પાંચે પાંચ વર્ષ પ્રજા વચ્ચે જનારા લોકો છીએ. કોંગ્રેસ ફક્ત ચૂંટણી વખતે તૈયાર હોય છે. વહેલી ચૂંટણીની કોઈ શક્યતા હું જોતો નથી.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાતમાં ચાલી રહેલા કોંગ્રેસના વિરોધ કાર્યક્રમ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના વિરોધને કોઈએ નોંધ લીધી નથી. માત્ર મીડિયાલક્ષી કાર્યક્રમો થયા છે. ગુજરાતની પ્રજાએ કોઈ નોંધ લીધી નથી અને તેનો વિરોધ એ પણ પ્રજા સમજી શકી નથી. કારણ કે આ બધા કાર્યક્રમો જેમ કે આજે વિશ્વ આદિવાસી દિવસ છે તો આદિવાસીઓના વિરોધ કરવા નીકળી છે કોંગ્રેસ ? ગઈકાલે શહેરોના વિકાસ કામો હતા તો એનો વિરોધ કરવા નીકળે છે કોંગ્રેસ? એટલે કોંગ્રેસના બધા કાર્યક્રમો માત્ર રાજકીય સ્ટંટ રહ્યા છે. પ્રજા કોઈ આ કાર્યક્રમમાં જોડાઈ નથી. તેમના કાર્યક્રમો નિષ્ફળ રહ્યા છે એમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ડોક્ટરોની હડતાળ પાછી ખેંચવા પણ તેમણે અનુરોધ કર્યો હતો અનેક કોવીડના પિરિયડને કન્સિડર કરી કામે લાગી જવા જણાવ્યું હતું
શિક્ષકોની ચાલી રહેલી હડતાળ અંગે તેમણે જણાવ્યું હતું કે શિક્ષકોના વ્યાજબી પ્રશ્નો સરકારે હંમેશા ઉકેલ્યા જ છે. જો તેમના પ્રશ્નો વ્યાજબી હશે તો ચોક્કસ ઉકેલશું પણ ગેરવ્યાજબી પ્રશ્નો હશે તો એમાં સરકાર કઈ કરી શકશે નહીં તેમ જણાવ્યું હતું.

Advertisement

શ્રાવણ માસના તહેવારો અંગે કોરોના સંક્ર્મણથી બચવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લોકો ચોક્કસ શ્રાવણ મહિનો આનંદથી ઉજવે કોરોના ગાઇડલાઇનનુ પણ પાલન કરે, માસ્ક પહેરે, સોસીયલ ડિસ્ટન્સ જાળવેઅને કાર્યક્રમ કરે એવી હું બધાને વિનંતી કરું છું. સેકન્ડવેવમા કોરોનાને આપણે ચોક્કસ નાથી શક્યા છીએ પણ થર્ડ વેવની સંભાવનાને આપણે નજર અંદાજ ન કરવી જોઈએ એમ જણાવી કોવીડ ગાઈડલાઈનના પાલન સાથે શ્રાવણ માસના તહેવારો ઉજવવા મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી હતી.

જ્યોતિ દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર-ભરુચી નાકા નજીક એસ.ટી બસ શેરડી ભરેલ ટ્રક પાછળ ઘુસી જતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

ઝઘડીયાનાં વંઠેવાડનાં સરપંચ અને તાલુકા-જિલ્લા પંચાયત વચ્ચે કાનુની જંગ.

ProudOfGujarat

અંક્લેશ્વર પંથકમાં રમજાન ઈદની ઉત્સાહભર ઉજવણી કરાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!