Proud of Gujarat
dharm-bhaktiGujaratINDIA

આજથી શ્રાવણ માસનો પ્રારંભ: કોરોના ગાઈડલાઈન્સ સાથે ભક્તોએ દર્શન કરવા પડશે

Share

‘ન પુણ્યમ્ ન પાપં ન સોખ્યમ્ ન દુઃખમ્ ન મંત્રો ન તીર્થમ્ ન વેદા ન યજ્ઞાા. અહં ભોજનમ્ નૈવ ભૌજ્યમ્ ન ભોક્તાં. ચિંદાનંદ રૃપઃ શિવોહમ્, શિવોહમ્…’ ભગવાન શંકરને ખૂબ જ પ્રિય અને તપ-જપ-ઉત્સવના પર્વ પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. ૬ સપ્ટેમ્બરે શ્રાવણી-અમાસ છે ત્યાં સુધી શિવાલયોમં ભક્તોનું ઘોડાપુર ઉમટશે. યોગાનુયોગ આ વખતે શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ અને સોમવારે જ પૂર્ણાહૂતિ થશે. શ્રાવણ માસમાં ૨૨ ઓગસ્ટે રવિવાર અને ૩૦ ઓગસ્ટે જન્માષ્ટમી જેવા તહેવારોની હેલી પણ સર્જાશે.

જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે શ્રાવણ માસ. ભોળાનાથને પૂજા-અર્ચના-આરાધના કરીને રીઝવવા માટે ભાવિકોમાં અનેરો થનગનાટ છે. શ્રાવણ માસ એટલે શિવ પૂજા માટેનો સર્વશ્રેષ્ઠ માસ. અનેક ભક્તો ઉપવાસ-એકટાણા દ્વારા શ્રાવણ માસ કરતા હોય છે. શ્રાવણ માસ નિમિત્તે અમદાવાદના નગરદેવતા કર્ણમુક્તેશ્વર, ચકુડિયા મહાદેવ, કામનાથ મહાદેવ, શિવાનંદ આશ્રમ સહિતના શિવ મંદિરોમાં શ્રાવણ માસ નિમિત્તે વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. સારંગપુર દરવાજા બહાર આવેલા પ્રાચીન કર્ણમુક્તેશ્વર મંદિરમાં રૃદ્રાભિષેક તેમજ લઘુરૃદ્રનું પઠન થશે.

Advertisement

જોકે, કોરોના મહામારીને પગલે શિવમંદિરોમાં વિશિષ્ટ તકેદારી રાખવામાં આવી છે. જેના ભાગરૃપે અમદાવાદના કેટલાક શિવમંદિરોમાં ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લીધો છે. કેટલાક મંદિરોમાં જે ભક્તોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તેમને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક મંદિરોમાં ભક્તોને બિલિપત્ર, ફૂલ ચઢાવવા અને અભિષેક કરવાની પણ મનાઇ છે. ભક્તો કોવિડ ગાઇડલાઇન્સ સાથે દર્શન કરે તેના માટે વિશિષ્ટ આયોજનો કરવામાં આવેલા છે. જેમાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, ટેમ્પરેચર ચેક કરાવવું, મંદિરની રેલિંગને અડકવી નહીં, દર્શન બાદ મંદિર પરિસરમાં ક્યાંય રોકાવવું નહીં તેવા નિયમનો સમાવેશ થાય છે.

જ્યોર્તિલિંગ સોમનાથના દર્શન માટે સેકંડો ભક્તો રવિવારે રાત્રે જ પહોંચી ગયા છે. આ ઉપરાંત દ્વારકા પાસે આવેલા જ્યોર્તિલિંગ નાગેશ્વરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. ઉજ્જૈનમાં આવેલા મહાકાલના શ્રાવણ માસના પ્રથમ દિવસે દર્શન માટે પણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ગયા છે.


Share

Related posts

વડોદરા પાલિકાએ યાકુતપુરાથી પાણીગેટ વિસ્તાર સુધીના કાચા-પાકા ગેરેજ પર બુલડોઝર ફેરવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ખુબ જ જટિલ અને જવલ્લેજ થતી મગજની એન્યુરિઝમ કોઇલિંગની સર્જરી થકી દર્દીને નવજીવન આપ્યું.

ProudOfGujarat

રાજપીપળા રાજેન્દ્ર નગર સોસાયટીમાં વરસાદી પાણીનાં નિકાલની સમસ્યા બાબતે આખરે સાંસદનાં પત્રનાં અખબારી અહેવાલ બાદ પાલીકાની ટીમો કામે લાગી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!