ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ પ્રોહિબીશન અને મિલકત સંબંધી ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા મળેલ સુચનાના અનુસંધાને ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવા,પીએસઆઇ ડી.આર.વસાવા તેમજ પોલીસ ટીમ ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ગોવાલી ગામે આવતા બસ સ્ટેન્ડ નજીક એક ઇસમ શંકાસ્પદ હાલતમાં જણાતા તેનુ નામઠામ પુછતા કોઇ સંતોષકારક જવાબ આપી શકેલ નહી,તેથી તે ઇસમને ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં લાવીને મોબાઇલ પોકેટકોપ તેમજ ઇગુજકોપમાં સર્ચ કરતા આ ઇસમ કરજણ પોલીસ સ્ટેશનમાં નંધાયેલ પ્રોહિબીશનના ગુનાનો આરોપી હોવાની જાણ થઇ હતી.વધુ તપાસ કરતા ધરપકડ કરવાનુ બાકી હોવાનુ જાણવા મળ્યુ હતુ.પોલીસ તપાસ દરમિયાન આ ઇસમનુ નામ અરવિંદભાઇ ઉર્ફે શૈલેશભાઇ રાજુભાઇ પટેલ રહે.ગામ વાસણા મંજોલા,તા.આમોદ,જિ.ભરૂચ અને મુળ રહે.કાવી,તા.જંબુસર હોવાની જાણ થઇ હતી.આ ઇસમ રાજકોટ,અમદાવાદ તેમજ કરજણ ઉપરાંત રાજસ્થાનના સાંચોર જિલ્લાના બાલોધર પોલીસ સ્ટેશનોમાં નંધાયેલ વિવિધ ગુનાઓ સાથે સંકળાયેલ હોવાનુ પણ પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ.ઝઘડીયા પોલીસે આ ઇસમને હસ્તગત કરીને કરજણ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી
ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામેથી કરજણ પોલીસનો વોન્ટેડ આરોપી ઝડપાયો ..
Advertisement