માંગરોળ તાલુકા પત્રકાર સંઘ ના પ્રમુખ પદે વાંકલ ગામ ના પત્રકાર મહેન્દ્રસિંહ અટોદરિયા ની વરણી કરવામાં આવી હતી.
માંગરોળ તાલુકા પત્રકાર સંઘ ની એક બેઠક બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર ખાતે યોજાઇ હતી આ બેઠકમાં કોરોના કાળ માં અવસાન પામેલ માંગરોળ તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ નઝીરભાઇ પાંડોર અને અવસાન પામેલા વાડી ના પત્રકાર રમેશભાઈ વસાવા ના માન મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઉપરોક્ત બેઠક માં પત્રકાર સંઘ ના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપતા મહેન્દ્રસિંહ અટોદરિયા ની માંગરોળ તાલુકા પત્રકાર સંઘ ના પ્રમુખ પદે સર્વ સંમતિ થી વરણી કરવામાં આવી હતી ઉપપ્રમુખ પદે કોસંબા ના પ્રકાશભાઈ ગૌરીશંકર રાવલ, જનરલ સેક્રેટરી પદે વાંકલ ના દીપકભાઈ પુરોહિત અને સહમંત્રી પદે હરદીપસિંહ ઠાકોર કોસંબા ની વરણી કરવામાં આવી હતી માંગરોળ તાલુકા પત્રકાર સંઘ ના નવા હોદ્દેદારો ને હાજર રહેલા અન્ય પત્રકારો દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ હતા..
માંગરોળ તાલુકા પત્રકાર સંઘ ના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ અટોદરિયા ની વરણી.
Advertisement