બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસાર નમૅદા જીલ્લાના સાગબારા તાલુકાના પીપલાપાણી ગામે રહેતાં મિથુનભાઈ દાસુભાઈ વસાવાના ઘરેથી તા. ૬/૮/૨૦૨૧ ના રોજ સવારે ૨ થી ૩ વાગ્યાની આસપાસ કોઈ જંગલી જાનવર ઢોરઢાંખર બાંધવાની જગ્યાએ પ્રવેશી બાંધેલ ગાભણ બકરીને ઉપાડી ઘરથી લગભગ ૪૦ થી ૫૦ મિટરે બાજુમાં આવેલા ખેતરમાં લઇ જઈ ફાડી ખાધી હતી. સવારે ઉઠીને બાંધેલ બકરીઓની જગ્યા પર ન હોવાથી મિથુનભાઈ શોધખોળ કરતા બાજુના ખેતરમાથી હાડપિંજર મળી આવ્યુ હતુ. મિથુનભાઈએ સમગ્ર ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ગામના લોકોમા જંગલી પ્રાણીઓને લઇ ભય જોવા મળી રહ્યો છે. વહેલી તકે આ જંગલી પ્રાણીઓને પકડી પાડવામા આવે તેવી માંગ ઉઠી રહી છે.
તાહિર મેમણ – ડેડીયાપાડા
Advertisement