Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : શિક્ષકોના અગત્યના પડતર પ્રશ્નો ન ઉકેલાતા શિક્ષકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું.

Share

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના અગત્યના પડતર પ્રશ્નોનો લાંબા સમય પછી પણ ઉકેલ ન આવતા શિક્ષકોએ આજથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. સંઘના આદેશ અનુસાર આજે રાજપીપલા ખાતે નર્મદા ઉ. મા. શિક્ષક સંઘના શિક્ષકોના કાળી પટ્ટી પહેરી ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો હતો.

શિક્ષકોના અગત્યના પડતર પ્રશ્નો જેવા કે પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવા બાબતે તથા સાતમાં પગાર પંચનું એરિયર્સ પાંચ હપ્તામાં ચુકવવા સંદર્ભ-ર થી જાહેરાત કરેલ આમ છતાં શિક્ષકોને છેલ્લાં ત્રણ વર્ષના હપ્તા રોકડમાં ચુકવાયેલા નથી. જે તાત્કાલીક
ચુકવવાની માંગ કરી હતી એ ઉપરાંત તા.૧૯/૦૧/૨૦૨૧ ના ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ સચિવાલય ગાંધીનગરના બિનશરતી ફાજલના કાયમી રક્ષણના પરીપત્રમાં રહેલી વિસગતતાઓ અને વાંધાજનક મુદ્દાઓ દૂર કરવાની માંગ પણ પુરી થઈ નથી. ઉપરાંત સી.પી.એફ. અને વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી જી.પી.એફ. અને જૂની પેન્શન યોજનાનો અમલ કરવાની માંગ પણ કરાઈ છે.

નર્મદા ઉ. મા. શિક્ષક સંઘના પ્રમુખ મહેન્દ્રસિંહ સિંધા અને માધ્યમિક પ્રમુખ દિગ્વિજય સિંહ રાઠોડે જણાવ્યું હતું કે હાલ સંયુક્ત મહામંડળનું આંદોલન ચાલી રહ્યું છે.જેના બીજા તબક્કાના ભાગરૂપે આજથી ૧:૦૦ થી ૪:૦૦ દરમિયાન “કાળી પટ્ટી ધારણ કરીવહીવટી તંત્રની મંજૂરી મેળવી જિલ્લા મથકે રાજપીપલા ખાતે કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણાંનો કાર્યક્મ યોજી અમારી માંગ ચાલુ રાખી હોવાનું જણાવ્યું હતું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નડિયાદ કબ્રસ્તાન ચોકડી પાસે શખ્સે ટાવર પર ચઢી મચાવી ધમાલ.

ProudOfGujarat

વડોદરાની સેન્ટ્રલ જેલમાં વધુ એક કેદી મોબાઇલ ફોન સાથે ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં ધાણીખૂંટ ધારીયા ધોધ ખાતે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ ઉમટી પડયાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!