ભારત સરકારની આયુષ મિનિસ્ટ્રીના નેશનલ આયુષ મિશન અનુદાનિત નિયામક ગાંધીનગર પ્રેરિત અને જીલ્લા આર્યુવેદ અધિકારીની કચેરી દ્વારા માર્ગદર્શિત તેમજ સરકારી આર્યુવેદ દવાખાના કંડારી તથા ઈટોલા દ્વારા આયોજિત આશા બહેનો અને એ.એન.એમ ની બહેનો બે દિવસની તાલીમ તા.૫|૮|૨૧ થી ૬|૮|૨૧ સુધી કંડારી હાઈસ્કૂલ ખાતે આયોજિત થયો હતો જેની શનિવારના રોજ પૂર્ણાહુતિ થઇ હતી.
આ પ્રસંગે માનનીય મહેમાન તરીકે જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય તથા કંડારી હાઈસ્કૂલના પ્રિન્સીપાલ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ શિબિરમાં Asha _ ANM બહેનોને મધુમેહ અને અન્ય સામાન્ય બીમારીઓના નિવારણ તથા સુખાકારી માટે આયુષ તાલીમ આપવામાં આવી હતી. જેમાં phc મેથી, phc વરણામાં, કરજણ નગરની આશા ANM બહેનોને તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં ઉપસ્થિત તમામ 60 બહેનોને કીટ બ્રોશર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ToT તરીકે ર્ડા. તેજશભાઈ ચાવડા,ડૉ. કિરણ છાત્રોડિયા, ડૉ કૈલાશ વસાવા, ડૉ. જિગરભાઈ નરસાણા, ડૉ. દેવાન્શીબેન પંડ્યા તથા ડૉ. પ્રિયંકા પંડ્યા એ માર્ગદર્શન આપ્યુ હતું. તાલીમાર્થીઓને અલગ અલગ આઠ વિષય વિષેની સમજ તેમજ યોગ પ્રાયોગિક શીખવાડવામા આવ્યા હતા.
આ સમગ્ર તાલીમ શિબિરનુ સફળ સંચાલન મેડીકલ ઓફિસર ડૉ પ્રિયંકા એચ પંડ્યા દ્વારા કરવામા આવ્યુ હતુ. આ તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ આશા ANM દ્વારા છેવાડાના માનવી સુધી આયુર્વેદની સમજ અને પ્રસાર સુયોજીત રીતે થાય તેમજ દરેક વ્યકિત આયુર્વેદનો દૈનિક જીવનમાં સમાવેશ કરે અને નિરોગી જીવન જીવવામા સમર્થ બને એ માટેનો હતો. આ સમગ્ર આયોજનમા જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરનો સુંદર સહયોગ મળ્યો હતો.
યાકુબ પટેલ : કરજણ