નર્મદા જિલ્લામાં 8 મી ઓગસ્ટથી 10 દિવસ માટે દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. માઈ ભક્તોમાં દશામાં પ્રત્યે અગાધ શ્રદ્ધા હોય છે 10 દિવસ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક વ્રત કરવાની પોતાની અને પોતાના પરિવારની દશા સુધરી જાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. નર્મદામાં હજારો માઈ ભક્તો દશામાંનું ભારે શ્રદ્ધાપૂર્વક વ્રત કરતા હોઈ રાજપીપલામાં લીમડા ચોક ખાતે મૂર્તિ વેચાણનો મેળો ભરાયો છે.
હાલ માઈ ભક્તો મૂર્તિનો ઓર્ડર આપીને બુક કરાવી રહ્યા છે. તો મૂર્તિનો શણગાર કરવાનો ઓર્ડર આપતાં રાજપીપલાની કારીગર બહેનો મૂર્તિ શણગારવામાં વ્યસ્ત બની છે. એટલી બધી મૂર્તિઓના ઓર્ડર બુક થતાં હોઈ આખો પરિવાર મૂર્તિ શણગારવાના કામમાં આખો દિવસ રાત દિવસ લાગી ગયા છે. આદિવાસી મહિલાઓ માટે કોરોનામાં રોજગારીનો નવો વિકલ્પ ખુલ્યો છે.
શણગારેલી મૂર્તિઓનું ઘરે ઘરે સ્થાપના થાય છે. દસ દિવસ માઇ ભકતો પોતાના ઘરે દશામાની મૂર્તિનું સ્થાપન કરી અનુ પવિત્ર વાતાવરણ રાખી મૂર્તિનું પૂજન કરે છે અને વ્રત કરે છે. ૧૦ દિવસ દરમ્યાન ઘરમાં પવિત્ર વાતાવરણ રહેવાથી ઘરના સદસ્યો મદિરાપાન કરતા નથી કે માંસાહાર કરતા નથી. કોઈ ખોટું કામ કરતા ન હોવાથી નર્મદા જિલ્લા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમના ગુનાઓનું પ્રમાણ ઘટી જાય છે. દશ દિવસ સુધી નર્મદા જિલ્લો ભક્તિમય બની જાય છે. જોકે હાલ રાજપીપલા ખાતે ઠેર ઠેર દશામાંનું મૂર્તિઓનું વેચાણ શરૂ થયું છે પણ મૂર્તિ વેચાણમા પણ કોરોનાની અસર જોવા મળી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા