મુંબઈના ચિંચપોકલીની કસ્તુરબા હોસ્પિટલમાં એલપીજી ગેસ લીક થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી. સમાચાર અનુસાર, ઘટનાની જાણ થતાં હોસ્પિટલના કુલ 58 દર્દીઓને ખસેડવામાં આવ્યા છે. આ દર્દીઓમાંથી 20 દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ પછી, પાણીના ત્રણ ટેન્કર પણ ઘટનાસ્થળે પહોંચ્યા.
મળતી માહિતી અનુસાર, આર્થર રોડ જેલ પાસે આવેલી આ હોસ્પિટલ નજીકની એલપીજી ગેસ પાઈલપાઈન લીક થતા દર્દીઓ પર જોખમ સર્જાયુ હતુ.એ પછી દર્દીઓને નજીકની ઈમારતમાં શિફ્ટ કરાયા હતા.હોસ્પિટલનો સ્ટાફ પણ તરત જ બહાર આવી ગયો હતો.જોકે મોટી દુર્ઘટના ટળી હતી.ગેસ લીકેજની જાણકારી મળ્યા બાદ ફાયર બ્રિગેડના વાહનો સ્થળ પર પહોંચ્યા હતા.મુંબઈના મેયર પણ સ્થળ પર દોડી ગયા હતા.તેમનુ કહેવુ હતુ કે, કર્મચારીઓની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી છે.
દરમિયાન, મુંબઈના મેયર કિશોરી પેડણેકર 1.05 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે કહ્યું કે કર્મચારીઓની તત્પરતાને કારણે ભય વધ્યો નથી. તાત્કાલિક ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા. નહિંતર, તે એક મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શક્તિ હતી. એલપીજી ગેસ લીકેજની ઘટના સવારે 11.30 વાગ્યાની આસપાસ કસ્તુરબા હોસ્પિટલના પરિસરમાં પ્રકાશમાં આવી હતી.પાર્કસમાં અગાઉ ગેસની દુર્ગંધ આવતી હતી. આ પછી ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ પછી હોસ્પિટલ પ્રશાસને દર્દીઓને અન્યત્ર લઈ જવાનું કામ શરૂ કર્યું. દરમિયાન પાણીના 3 ટેન્કર પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ રીતે, પરિસ્થિતિ ઝડપથી નિયંત્રણમાં લાવવામાં આવી હતી.