પોપ્યુલર કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો ‘બિગ બોસ’ની અપકમિંગ સિઝન ડિઝિટલ પ્લેટફોર્મ પર શરૂ થવાની છે. બિગ બોસ OTT હાઉસને સંપૂર્ણપણે નવા લુકની સાથે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આર્ટ અને બોલિવૂડ નિર્દેશક ઓમંગ કુમાર અને તેની પત્ની વનિતા ઓમંગ કુમારે સંપૂર્ણ લુકને ડિઝાઈન કરતા પહેલા ‘ડિજિટલ ફર્સ્ટ’ પાસાને ચોક્કસપણે ધ્યાનમાં રાખ્યા છે.બિગ બોસ OTT હાઉસ ઘણું કલરફૂલ છે, જેમાં ઘણી બધી પ્રિન્ટ અને રિબિન હશે જેનાથી કન્ટેસ્ટન્ટ્સને શરૂઆતના છ સપ્તાહ કોઈ કાર્નિવલથી કમ નહીં લાગે. ઘર ડિઝાઈન કરતા સમયે ઓમુંગ અને તેની પત્નીએ એ વાતની ખાતરી કરી કે તે હટકે હોય, આરામદાયક હોય અને સાથે તેને એક કન્ટેમ્પરરી લુક પણ મળે.
ઓમંગ આ અંગે જણાવે છે કે, આ સિઝનમાં મુખ્ય પ્રસ્તાવ ઓવર-ધ-ટોપ એલિમેન્ટને જીવંત રાખવાની હતી. અમે બિગ બોસ OTT હાઉસ માટે બોહેમિયન, જિપ્સી, કાર્નિવલ લુકનો ઓપ્શન પસંદ કર્યો છે. તે ઉપરાંત અમે આ ઘરને એ રીતે બનાવ્યું છે કે જ્યારે કન્ટેસ્ટન્ટ્સ અહીં આવે તો તેને એ મહેસૂસ થાય કે તે અહીં લાંબા સમય સુધી રહે. ભલે તેને પોતાના ઘરની યાદ આવે, તેમ છતાં પણ તેને મહેસૂસ થવું જોઈએ કે આ સારું છે.બિગ બોસના ઘરમાં એક રસપ્રદ પાસું એ છે કે પહેલી વાર તેઓએ લિવિંગ રૂમ અને બગીચાની વચ્ચે સ્લાઈડિંગ દરવાજાનો ઉપયોગ કર્યો છે, જેનાથી દરવાજો ખુલવા પર પર ઘર ભવ્ય દેખાય છે. તે ઉપરાંત બંક બેડનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આ વિશે ઓમંગ જણાવે છે કે, બંગ પેડ ઘણો આરામદાયાક હોય છે, જાણે તમે કેમ્પિંગ કરી રહ્યા હો તો તમે ટેન્ટમાં બેડ શેર કરો છો એવું લાગે છે. મને નથી લાગતું કે આપણામાંના મોટાભાગના લોકોએ બાળપણમાં અથવા સ્કૂલના સમયમાં પણ આ પ્રકારના બંક બેડનો ઉપયોગ કર્યો હોય. બેડરૂમમાં પણ કાર્નિવલ લુક આપવામાં આવ્યો છે.
બાથરૂમના લુકને ટેન્ટ જેવો લુક આપવામાં આવ્યો છે, તેમજ દીવાલોને વાંસ અને ફૂલોની પ્રિન્ટથી પેઈન્ટ કરવામાં આવી છે. લિવિંગ રૂમમાં વચ્ચે એક મોટી સી આંખ પણ છે. જ્યાંથી કરણ જોહર કન્ટેસ્ટન્ટ્સને જોઈ શકે છે. ઘરના ઘણા ખૂણા છે, જ્યાં બે ત્રણ કન્ટેસ્ટન્ટસ કોઈપણ સમયે એક સાથે હેંગઆઉટ કરી શકે છે. બોહેમિયન લુકને ધ્યાનમાં રાખતા ઘરના પડદાને ઘણાં કાપડાની સાથે સિલાઈ કરવામાં આવ્યા છે,જેનાથી તે રંગીન પેટર્ન ઘરના તમામ પાસાઓ અને ભાગમાં સ્પષ્ટ જોવા મળે. બિગ બોસ OTT 8 ઓગસ્ટના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જેને કરણ જોહર હોસ્ટ કરશે.