Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના આર્કિટેક્ટે બનાવેલા ઇંટના પ્રોજેક્ટને ઇંગ્લેન્ડમાં યોજાનારા બ્રિક ઇન્ટરનેશનલ અવોર્ડ માટે નોમિનેશન મળ્યું

Share

ઇંગ્લેન્ડ ખાતે બ્રિક ડેવલપમેન્ટ એસોસિયેશનમાં સુરતના આર્કિટેક્ટ આશિષ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેકટને ઇન્ટરનેશનલ અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ કેટેગરીમાં 8 દેશના બ્રિક વર્કના નિર્માણકાર્યની પસંદગી કરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રિયલ બાંધકામમાં કરવામાં આવતા નિર્માણકાર્યમાં બ્રીક વર્ક માટે ઇનોવેટિવ બ્રીક વર્ક કરનારને બ્રિક અવોર્ડ એનાયત કરવામાં આવે છે.

આગામી 10 ઓગસ્ટના રોજ પસંદગી પામેલાં બિલ્ડિંગો પૈકી બેસ્ટ બિલ્ડિંગનો અવોર્ડ લંડન ખાતે યોજનારા અવોર્ડ સેરેમનીમાં આપવામાં આવશે.ઇંગ્લેન્ડ ખાતે બ્રિક ડેવલપમેન્ટ એસો. દ્વારા બાંધકામ વ્યવસાયમાં વાપરવામાં આવતી ઈંટ (બ્રિક)નો ઉપયોગ કરીને સમગ્ર વિશ્વના વિવિધ આર્કિટેક્ચરો દ્વારા અવનવા પ્રયોગ કરવામાં આવતા હોય છે. સ્પર્ધાના માપદંડ મુજબ, યોગ્ય રીતે રહેણાક કે પછી એનો વ્યાવસાયિક ઉપયોગ કરી શકાય તેવા નિર્માણકાર્યને પસંદ કરવામાં આવે છે. વ્યાવસાયિક બાંધકામ, નાના કદના બાંધકામ તેમજ ઇન્ડસ્ટ્રિયલ બાંધકામમાં કરવામાં આવતા નિર્માણકાર્યમાં ઇનોવેટિવ બ્રિક વર્ક કરનારને બ્રિક અવોર્ડ એનાયત કરવામાં આવે છે.

Advertisement

એની વર્લ્ડવાઇડ કેટેગરીમાં દુનિયાભરના દેશોના આર્કિટેક્ચરો દ્વારા તેમના દ્વારા તૈયાર થતા બાંધકામના પ્રોજેકટ મોકલવામાં આવે છે. આ કેટેગરીમાં 8 દેશના બ્રિક વર્કના નિર્માણકાર્યની પસંદગી કરવામાં આવી છે, જેમાં ભારત તરફથી નેતૃત્વ કરતા સુરતના આર્કિટેક્ટ આશિષ પંકજભાઈ પટેલ દ્વારા સુરતના અમરોલી-કોસાડ નજીક એક નિર્માણકાર્યને પ્રોજેકટ તરીકે મોકલવામાં આવ્યો હતો, જેની પસંદગી કરવામાં આવી છે.આ કેટેગરીમાં ભારત સહિત બેલ્જિયમના ત્રણ પ્રોજેકટ, યુકે અને સ્વિટ્ઝર્લેન્ડ તેમજ ઇરાનના પ્રોજેકટની પણ પસંદગી કરવામાં આવી છે. હવે આગામી 10 ઓગસ્ટના રોજ પસંદગી પામેલાં બિલ્ડિંગો પૈકી બેસ્ટ બિલ્ડિંગનો અવોર્ડ લંડન ખાતે યોજનારા અવોર્ડ સેરેમનીમાં આપવામાં આવશે. હકીકતમાં જોવા જઇએ તો સુરતનું મકાન યુકેના બ્રિક અવોર્ડ માટે શોર્ટ લિસ્ટ થતાં સુરતના આર્કિટેક્ટોમાં ખુશીની સાથે ગૌરવની લાગણી ફેલાઈ છે.


Share

Related posts

ગોધરા રેલ્વે સ્ટેશન પરથી ચેકિંગ દરમિયાન સોના-ચાંદીના દાગીના સહિત કરોડોનાં મુદ્દામાલ સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ફ્રન્ટલાઇન વર્કર્સ માટે પ્રિકોશન ડોઝનું વેક્સીનેશન કરાયું.

ProudOfGujarat

સુરતના અલગ-અલગ વિસ્તારમાંથી મોબાઈલ સ્નેચીંગ કરતાં બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!