રાજપીપળા વિશ્વકર્મા મંદિરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જેમાં મંદિરની દાન પેટીમાંથી રોકડ લઇ ચોરો ફરાર થઈ જતા ચોરીની રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજપીપળાના મહાવિદ્યાલય રોડ પર અને વિશ્વકર્મા મંદિરની બાજુમાં રહેતા સામાજિક કાર્યકર ડી.પી ટેલરે જણાવ્યું હતું કે મારા ઘરની પાસે આવેલ વિશ્વકર્મા ભગવાનનું મંદિર આવે આવેલું છે. જે મંદિરની જાળીનું તાળું તોડી ચોરી કરવાના ઇરાદે તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. મંદિરમાં પ્રવેશીને મંદિરમાં રહેલી દાનપેટી તોડી હતી અને અંદર રહેલ રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે સવારે પૂજારી મંદિરે પૂજા કરવા માટે આવ્યા હતા ત્યારે તેમને જાણ થઇ કે મંદિરમાં ચોરી થઇ છે. મંદિરને પણ તસ્કરોએ છોડ્યું નહિ અને આજે મંદિરની દાનપેટીના રૂપિયા પણ લાઈ ગયા છે.
Advertisement
જ્યોતિ જગતાપ, રાજપીપલા