ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામે રહેતા ભરતભાઇ જેરામભાઈ પટેલની ગ્રિષ્મા નામની ૨૧ વર્ષીય પુત્રીને ગતરોજ તેની માતાએ ઘરકામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જે બાબતે ગ્રિષ્માને લાગી આવતા તેણીએ ઘાસ મારવાની ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ તેણીની તબિયત લથડતા સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ બાબતે રમણભાઈ જેરામભાઈ પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement