ભરૂચ જિલ્લાના ભરૂચ, આમોદ, વાગરા અને જંબુસરમાં દેશની મોટી મોટી ઔધોગિક વસાહતો આવેલી છે જેને કારણે આસપાસના વિસ્તારના ખેડૂતોએ ભોગવવું પડે છે. ઘણા એકમોમાં ગેરકાયદેસર રીતે હવા અને ઓની પ્રદુષિત થઈ રહ્યા છે. જે અંગે અગાઉ સમગ્ર રૂચ પંથકના ખેડૂતો પ્રદૂષણ અટકવા માટે ભરૂચ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી અને આજરોજ કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા જી.પી.સી.બી.ને પણ તપાસ હાથ ધરવા રજૂઆત કરવામાં આવી હતી.
ગત બે દિવસ પહેલા ભરૂચ કલેકટરને આવેદન પાઠવી અને ખેતી પાકમાં ખાસ કરીને ઊભા પાક જેમ કે તુવેરના પાક અને કપાસના પાક જેવા અનેક પાકો સહિત ઝાડ –પાનને વાયુ પ્રદુશનથી ઘણું નુકશાન થઈ રહ્યું છે. જેથી ખેડૂતોની આર્થિક ઘણું નુકશાન થઈ રહ્યું છે. ઉપરોક્ત બાબત ઘણી ગંભીર છે રજૂઆત કરી હોવા છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને તેના દ્વારા મોટા મોટા એકમો દ્વારા ફેલાતા ઝેરી એકમો સામે લાલ આંખ કરી અને ખેડૂતોને ન્યાય મળી રહે તે હેતુસર તપાસ હાથ ધરાવી જોઈએ.