Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : છેલ્લા 3 મહિનાથી બંધ પડેલી કેવડિયા અમદાવાદ સી પ્લેન સેવા પુનઃ ચાલુ થવાના થયાં ચક્રો ગતિમાન.

Share

લ્યો કરો વાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેન પ્રોજેકટ છેલ્લા ત્રણ મહિનાથી બંધ થઈ જતા કરોડોના આંધણ સામે અનેક સવાલો ઉઠ્યા બાદ તંત્ર હવે રૂ ૧૦ લાખના ખર્ચે મોનિટરિંગ સ્ટેશન બનાવવા જઈ રહ્યું છે. ચોમાસાની સીઝનપૂર્ણ થયા પછી ફરી સી પ્લેન માટેની સર્વિસને શરૂ કરવા માટે વધારાની તૈયારી શરૂ કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે દેશની પ્રથમ સી પ્લેનસેવા શરૂ કરવામાં આવી હતી. હાલ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલી આ સર્વિસને ફરી શરૂ કરતા પહેલા તેના બંને તરફના એરોડ્રોમ પર એરક્રાફ્ટમોનિટરિંગ સ્ટેશન બનાવવામાં
આવશે. ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા રિવરફ્રન્ટ પર હાલના વોટર એરોડ્રોમ ઓપરેશન સેન્ટરની ઉપર એક વધારાનું શેડ બનાવામાંઆવશે. જેથી ફ્લાઈટના ટેકઓફ અને લેન્ડિંગમાં સરળતા રહે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સી પ્લેનસેવા હાલમાં સ્થગિત છે અને સપ્ટેમ્બરમાં ફરી શરૂ થવાની શક્યતા છે. આ સેવા માટે મોનિટરીંગ પોસ્ટની જરૂરિયાત સમજાવતા એક અધિકારીએ કહ્યું હતું કેસી પ્લેનનું સંચાલન વિજ્યુઅલફ્લાઇટ રૂલ્સ પર આધારિત છે. તેનો સીધો અર્થ એ થાય છે કે વિમાન ચલાવનાર પાયલોટને સ્પષ્ટ દેખાય તેવી હવામાન હોવું જોઈએ. વાદળો, વરસાદ,ધુમ્મસ, લો વિઝિબિલિટી અને પ્રતિકૂળ હવામાન દરમિયાન
આ સેવામાં અવરોધ ઉભા થાય છે. વોટર એરોડ્રોમમાં પહેલેથી જ હવામાન મોનિટર, બિકન,લેન્ડિંગ-ટી અને વિન્ડસોકથીસજ્જ એરક્રાફ્ટ મોનિટરિંગ સ્ટેશન છે. જો કે, હાલમાં જે ઊંચાઈ પર છે તે પક્ષીઓની હિલચાલ પર નજર રાખવા માટે યોગ્ય નથી. તેથી આ જ સ્થળે ઉપર પ્લેનના માર્ગમાં આવતા અવરોધો પર નજર રાખવા માટે એલિવેટેડ કેબિન બનાવવામાં આવશે. તેના માટે ૧૦ લાખ રૂપિયાના રોકાણની જરૂર પડશે. નવા સ્ટેશનના નિર્માણ માટે તાજેતરમાં ટેન્ડર બહાર પાડવામાંઆવ્યું હતું અને રસ ધરાવતીપાર્ટીને આમંત્રિત કરવામાં આવી હતી. અમદાવાદના સરદાર વલ્લભભાઇ
પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલર તરફથી કોમ્યુનિકેશન્સ, નેવિગેશન એન્ડ સર્વેલન્સ સિસ્ટમ્સ અને સંબંધિત મોનિટરિંગ ચાલુ રહેશે.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સી પ્લેન શરૂ કરવા માટે ભવિષ્યમાં આવી અનેક ટેક્નિકલ મુશ્કેલીઓ આવનાર છે તો પછી ત્રણ મહિના પહેલા સી પ્લેન સેવા વડાપ્રધાનદ્વારા ઉદ્ઘાટન કરવાની ઉતાવળ કેમ કરવી પડી? ખરેખર તો સી પ્લેન સેવા શરૂ કરતા પહેલા આ બધી ટેક્નિકલ બાબતોનો વિચાર કર્યા પછી જ કેમ શરૂ ન કરી? ઉતાવળે આંબા પાકે નહીં છતાં ઉદ્ઘાટનની ઉતાવળમા પ્રોજેક્ટ શરૂ તો કરી દીધો પણ થોડાક સમયમાં સીપ્લેન સેવા ખોટકાઈ ગઈ અને માલદિવ રીપેર કરવાના બહાને સી પ્લેન ગયા પછી આજદિન સુધી પાછુ આવ્યું જ નહીં. છેલ્લે સી-પ્લેન ૮ એપ્રિલ-૨૦૨૧ ના રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતું વારંવાર મેઇન્ટેનન્સ બાદ છેલ્લે સી-પ્લેન ૮ એપ્રિલ-૨૦૨૧ ના રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતું. ત્યારબાદ ૧૭ એપ્રિલ ૨૦૨૧ના રોજ સી- પ્લેન અમદાવાદથી માલદિવ્સ ગયું તે હજી પરત આવ્યું જ નથી. કોરોના કાળમાં સેવા બંધ થઇ તે ફરી ચાલુ થઇ નથી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે સી પ્લેન પાણીમાં સતત ઉડાન ભરતુ હોવાથી દર સપ્તાહે તેનું પ્રાથમિક મેન્ટેનન્સ જરુરી છે. જ્યારે મહિનામાં એકવાર સંપૂર્ણ એરક્રાફ્ટનું મેન્ટેનન્સ કરવાનું હોય છે. જેના માટે આ એરક્રાફટ માલદીવ મોકલવુ પડતુ હતુ. હવે પુનઃ શરૂ કરવા આવેલી મુશ્કેલીઓ દૂર કરવા હવે બીજા 10 લાખનું આંધણ કરવાની નોબત આવી છે. પ્રવાસીઓને આકર્ષવાની લ્હાયમાં ઉતાવળે શરૂ કરેલી ક્રુઝ બોટ સેવા, હેલીકોપ્ટર સેવા બંધ પડી છે.

વધુમાં ૫૦ વર્ષ જૂનું સી પ્લેન રિપેર કરીને ચલાવવામાં આવતું હતું.ગત એપ્રિલ મહિનાના પ્રથમ વીકમાં છેલ્લે સી-પ્લેને ઉડાન ભરી હતી, ત્યારબાદ માલદિવ મેન્ટેનન્સ માટે ગયું હતું જે હજી સુધી હજુ પરત ફર્યું નથી, તો સવાલ એમ થાય છે કે પ્રવાસીઓ માટે 50 વર્ષ જૂનું સી પ્લેન કેમ મુકાયું? નવું કેમ મુકાયું નહીં?

આ અંગે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ બંધ પડેલી સીપ્લેન સેવા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવસાન તરીકે વિશ્વમા સ્થાન પામ્યું છે તેમાં સરકારે ઘણા પ્રોજેટક અમલી બનાવી છે એમાં સી પ્લેન સેવા પણપ્રવાસીઓ માટે સુંદર ચાલુ કરી હતી. જે સપ્તાહમાં 3 દિવસ અમદાવાદથી કેવડિયા ચાલતી હતી.પરંતુ કોઈ ટેક્નિકલ ખામી સર્જાતા તેને રીપેરીંગ માટે માલદિવ મોકલવામા આવ્યું છે. તેમાં આ કોરોનાની મહામારીને કારણે વિશ્વના લોકો ડિસ્ટર્બ થઈ ગયા છે. એમાં આ પ્રોજેક્ટ પણ થોડો ડિસ્ટર્બ થયો છે પણ રીપેરીંગ થઈને ખુબ જલ્દી આ સી પ્લેન સેવા પ્રવાસીઓને મળશે તે માટે અમે આવનારા દિવસોમાં સરકારમા રજૂઆત કરીશું. એવી હૈયા ધારણ આપ્યા બાદ હવે સી પ્લેન સેવા પુનઃ શરૂ થવાના ચક્રો ગતિમાન થયાં છે. હવે જયારે સી પ્લેન સેવા પુનઃ જયારે પણ શરૂ થાય ત્યારે તમામ ટેક્નિકલ પાસાઓનો સંપૂર્ણ વિચાર કર્યા પછી જ કાયમી ધોરણે શરૂ કરે એવી પ્રવાસીઓની માંગ ઉઠી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

મહિસાગરના એસપી ઉષારાડાએ એવુ તે શુ કર્યુ ? જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ : જંબુસરમાં પરિણીતાને છેડતી કરતાં જેલમાં જવાનો વારો આવ્યો.

ProudOfGujarat

ભરૂચ શહેરનાં ઉમરાજ ગામ નજીક જુગાર રમતા આઠ જુગારીઓને શહેર એ ડીવીઝન પોલીસે રેડ કરી ઝડપી લઇ પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!