Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના સરવણ ફોકડી ગામેથી પોલીસે બે લાખનો દારૂ ઝડપી પાડયો.

Share

ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગામે પોલીસે બાતમીને આધારે રેડ કરી રૂપિયા 2,08,800 નો પરપ્રાંતિય ઇંગલિશ દારૂ ઝડપી પાડયો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલો આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.

ઉમરપાડા પોલીસને બાતમી મળી હતી કે સરવણ ફોકડી ગામના ખાટાઆંબા ફળિયા નજીક ખેતરમાં બનાવેલ એક ઘરમાં ખેતર માલિકના પુત્રએ દારૂ સંતાડ્યો છે જેને આધારે નિતેશભાઇ કુંમાજીભાઈ, જીતેશભાઈ ત્રીકમભાઈ, સતિષભાઈ ધીરુભાઈ, યોગેશભાઈ, પ્રફુલભાઈ સાકરભાઇ વગેરેની ટીમે રેડ કરતા 3096 ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત રૂપિયા 2,08,800 થાય છે.પોલીસે તમામ મુદ્દામાલ કબજે લીધો છે તેમજ આ ગુનામાં સંડોવાયેલો આરોપી ભુપેન્દ્રભાઈ ગણપતભાઈ વસાવા રહે.સરવણ ફોકડી ગામ,તાલુકો ઉમરપાડાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

પાલેજ જીઆઈડીસીમાં આજીવિકા માટે આવેલ પરપ્રાંતિયોને તેમના વતન પરત કરવામાં આવ્યાં.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મણીનાગેશ્વર મહાદેવનો શિવરાત્રીનો મેળો ચાલુ વર્ષે બંધ રહેશે.

ProudOfGujarat

અંકલેશ્વરના કાસિયા ગામ નજીક આવેલ જી.ઈ.બી.બસ સ્ટેશન પાસે મોટર સાયકલ ડાઈવર્ઝનના આડેસમાં ભટકાતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!