Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકો સાથે એક પંગથમાં બેસી CM રૂપાણીએ ભોજન લીધું: વિધવા બહેનોને કરી સહાય

Share

રાજકોટમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે કોરોનામાં માતા-પિતા ગુમાવનારા અને માતા કે પિતા ગુમાવનારા 44 બાળકો સાથે રૂપાણીએ એક પંગથમાં બેસી ભોજન લઇ સંવેદના વ્યક્ત કરી હતી. કોરોનામાં અનાથ બનેલા આવા બાળકોને વાર્ષિક 50 હજાર રૂપિયાની સહાય કરનાર જે.એમ. ફાયનાન્સિયલ ફાઉન્ડેશન સાથે સમાજ સુરક્ષા વિભાગના MOU કરવામાં આવ્યા હતા.

બાલ સેવાના લાભાર્થી 44 બાળકોને વિજય રૂપાણીએ ગિફ્ટ આપી હતી. તેમજ વિધવા બહેનોને પુનઃલગ્ન માટે 50 હજારની સહાયની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે.વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના 5 વર્ષની પૂર્ણતાના પ્રસંગે યોજાનાર રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમની છઠ્ઠી શ્રેણીનો મુખ્યમંત્રીએ પોતાની વર્ષગાંઠના દિવસે રાજકોટ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. રૂપાણીએ જણાવ્યું હતું કે, નવ દિવસ સુધી યોજાનારા કાર્યક્રમો એ પાંચ વર્ષની ઉજવણી નથી. પરંતુ રાજ્ય સરકારે આદરેલો સેવાયજ્ઞ છે. જેમાં સરકારે શિક્ષણ, વહીવટી સુવિધા, અનાજ વિતરણ, ખેડૂતો, સખીમંડળો, આદિવાસીઓ વગેરેને સામેલ કર્યા છે.

Advertisement

કોરોનાના કપરા કાળમાં પણ રાજ્ય સરકારે 16,000 કરોડના વિકાસકામો પ્રજાને અર્પણ કર્યા છે. સરકાર પોતાની ભૂમિકા સહૃદયતાથી નિભાવશે જ, તેવી હું ખાતરી આપું છું. વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય તથા છેવાડાના વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકારે બ્રોડબેન્ડ કનેક્ટીવિટી તથા ઓપ્ટિકલ ફાઇબરની જાળ બિછાવીને ગામડાઓને મુખ્ય પ્રવાહ તથા તેના વિકાસ સાથે જોડ્યા છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમાજ સુરક્ષા વિભાગ અને જે. એમ. ફાયનાન્સિયલ ફાઉન્ડેશન વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરાયા હતા.

આ એમ.ઓ.યુ. અંતર્ગત કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર પ્રત્યેક બાળકને જે. એમ. ફાઉન્ડેશન વાર્ષિક રૂપિયા 50 હજાર સુધીની શિક્ષણ ફી બાળકની શાળામાં સીધી જમા કરાવશે. મુખ્યમંત્રીએ રિમોટ કન્ટ્રોલથી મુખ્યમંત્રી બાલ સેવા અંતર્ગત ‘એક વાલી યોજના’ તથા ‘ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના’, ‘રાજકોટ મહાનગરપાલિકાના સિટીઝન પોર્ટલ’ અને પરિવહન સરળતા એપનો શુભારંભ કરાવ્યા હતો.


Share

Related posts

ગુજરાત સરકાર દ્વારા બોર્ડની પરીક્ષા વિશે પરિપત્ર જાહેર કરાયું.

ProudOfGujarat

સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ 91.25 ટકા ભરાઈ ગયો હોવાથી નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ કરાઇ

ProudOfGujarat

મર્ડરનો ગુનો ડિટેકટ કરી ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!