Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજયના ૧૪ જિલ્લાઓના ૫૩ તાલુકાના સ્થળોએ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી કરાશે

Share

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે તા.૧લી ઓગષ્ટથી ૯મી ઓગષ્ટ સુધી વિવિધ થીમ પર ભવ્ય કાર્યક્રમોનુંઆયોજન કરવામાં આવ્યું છે. જેમા અંતર્ગત ૯મી વિશ્વ આદિવાસી દિવસની રાજયના ૧૪ જિલ્લાઓના ૫૩ તાલુકાઓમાં ભવ્ય ઉજવણી થશે.જેના સુચારૂ આયોજન અર્થે વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને સુરત કલેકટર કચેરીના સભાખંડમાં બેઠકયોજાઈ હતી. જેમાં ઓનલાઈન માધ્યમથી ૧૪ જિલ્લાઓમાંથી ધારાસભ્યો,ગાંધીનગર ખાતેથી આદિજાતિ વિભાગના સચિવ, કમિશનર સહિતના પ્રાયોજના વહીવટદારો જોડાયા હતા.મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે, 9મી ઓગષ્ટએ વિશ્વ આદિવાસી દિવસની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને નર્મદા(રાજપીપળા) જિલ્લા ખાતે થશે. આ કાર્યક્રમનું રાજયના ૫૩ સ્થળોએ લાઈવ પ્રસારણ થશે. નર્મદા ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત થશે. જયારે ૫ લાખ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રીક શિષ્યવૃત્તિ હેઠળ રૂ.૮૦ કરોડની ચુકવણી થશે. હળપતી આવાસ યોજના હેઠળ ૨૦૦૦ આવાસો તેમજ અન્ય આવાસ યોજના હેઠળ ૧૦૦૦ આવાસોના હુકમો આપવામાં આવશે. વ્યક્તિગત યોજનાના કુલ ૨૦૦૦૦ લાભાર્થીઓને રૂ. ૫૬ કરોડની સહાયનું વિતરણ કરાશે. ૩૫૫ કરોડના ખર્ચે ૧૪૯ કામોનું લોકાર્પણ અને ૪૬૨ કરોડના ખર્ચે ૩૭ કામોનું ખાતમુહર્ત એમ કુલ ૧૦૦૦ કરોડના લોકાર્પણ,ખાતમુહૂર્તના વિકાસકામોની તકતીઓનું અનાવરણ થશે.રાજયના૫૩તાલુકાઓમાં ખાતે યોજાનાર કાર્યક્રમોમાં મંત્રીઓ,સાંસદો, ધારાસભ્યો કોર્પોરેશનના ચેરમેન, જિલ્લા-તાલુકાપંચાયતના પ્રમુખ,પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિતરહેશે.આ અવસરે આદિવાસી સમાજની પ્રગતિશીલ પશુપાલક મહિલાઓ, ખેડુતો, ધો.૧૦ અને ધો.૧૨માં પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓ, રમતવીરોને વિશેષ સન્માનિત કરવામાં આવશે. આઉપરાંત વિવિધ કલ્યાણકારી યોજનાઓના આદિજાતિ લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવશે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ-અંકલેશ્વર માર્ગ બન્યો અકસ્માત જોન, વધુ એક અકસ્માતમાં બે વ્યક્તિઓ ઘાયલ

ProudOfGujarat

અમદાવાદમાં જ્વેલર્સને લૂંટવા આવેલો શખ્સ આર્મી મેન નીકળ્યો, લોકોથી બચવા હવામાં ફાયરીંગ કર્યું

ProudOfGujarat

અંક્લેશ્વરની લુપીન લિમિટેડ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!