પાંચ વર્ષ ગુજરાત સરકારના સૌનો સાથ સૌનો વિકાસ અંતર્ગત જ્ઞાન શક્તિ દિનની ઉજવણી નિમિત્તે શાળા કક્ષાના ખાતમહૂર્ત અંતર્ગત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની આંબવાડી ગામની કુંડી પ્રાથમિક શાળામાં નવા ઓરડાના ખાત મુહુર્ત ના કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ચંદનબેન ગામીત તાલુકા વિકાસ અધિકારી સી. આર.પઢીયાર, તાલુકા પંચાયત સદસ્ય, તૃપ્તિબેન મૈસુરીયા,સરપંચજયેશભાઈ ઉપસ્થિતિ રહ્યા હતા.તાલુકા પચાયતના પ્રમુખ ચંદન ગામીતના હસ્તે નવા ઓરડાનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું. જેમાં બી.આર.સી કૉ ઓર્ડીનેટર હીરાભાઈ ભરવાડ દ્વારા શાબ્દિક સ્વાગત અને તમામ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ ચંદન ગામીત દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું.આ કાર્યક્રમમાં તમામ ગ્રામજનો એસ.એમ.સી.ના સભ્યો સી.આર.સી.કો-ઓર્ડીનેટર વગેરે ઉપસ્થિત રહ્યા અને ગોવિંદ 19 ની ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકો તથા આજુબાજુની તમામ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા અને સુંદર રીતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો કાર્યક્રમની પૂર્ણાહુતિ આચાર્ય મુકેશભાઈ દ્વારા આવનાર તમામ મહાનુભાવોનું આભાર માનવામાં આવ્યો હતો.
જ્ઞાન શક્તિ દિનની ઉજવણી નિમિત્તે માંગરોળ તાલુકાનીઆંબાવાડી ગામની કુંડી પ્રાથમિક શાળામાં નવા ઓરડાના ખાત મુહુર્ત કરવામાં આવ્યું.
Advertisement