અંકલેશ્વર શહેરના જવાહર બાગ સામે લક્ઝરી બસના ચાલકે રાહદારીને અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
અંકલેશ્વરના હાર્દસમાં જવાહર બાગ પાસે લક્ઝરી બસ GJ 06 AX 1410 ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે અને નિષ્કાળજી પૂર્વક હંકારી રાહદારી દીપકભાઈ રણછોડભાઈ રણાને અડફેટે લીધા હતા. જેઓને ગંભીર ઇજાને પગલે તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેઓની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘટના બાદ શહેર પોલીસે લક્ઝરી બસ ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
મુકેશ વસાવા : અંકલેશ્વર