Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તિલકવાડા તાલુકાના અલ્વા ગામેથી ટ્રેક્ટરોમાંથી એક જ સમયે 10 થી 12 બેટરીઓ ચોરી થતાં ખેડૂતોમાં રોષ.

Share

નર્મદા જિલ્લામા ટ્રેકટર ચોર ગેંગ સક્રિય બની છે. જેમાં તિલકવાડા તાલુકાના અલવા ગામે ખેડૂતોના પાર્ક કરેલા ટ્રેકટરોમાંથી બેટરી કાઢી એક જ દિવસે એક જ સમયે જુદી જુદી જગ્યાએ ટ્રેકટર ચોર ગેંગ ત્રાટકી હતી અને ટ્રેક્ટરોમાંથી 10 થી 12 ખેડુતોની બેટરી ચોરાઈ જતા ખુદ ખેડૂતો ચોકી ઉઠ્યા હતા.

હાલ કોરોનનો કપરો કાળમાં લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે તેવા સમયે ચોરી શરૂ થઈ છે. જેમાં ખેડૂતોના ટ્રેકટરમાંથી બેટરી કાઢીને બીજા જિલ્લામા સસ્તા ભાવે બેટરી વેચી રોકડી કરી લેતા હોય છે. બેટરી કાઢવાના જાણકાર એવી એક ગેંગ નર્મદામા સક્રિય બની છે. ટ્રેકટરની બેટરીની ચોરી કરે છે.

Advertisement

અલ્વા ગામેથી બેટરી ચોરી થતા ખેડૂતો રોષે ભરાયા છે હાલ ખેતીની સિઝન ચાલુ હોય ખેડૂતો વાવણીમાં જોતરાયા છે ત્યારે ટ્રેકટરોમાથી બેટરી ચોરાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. આ બાબતે તાલુકા સદસ્ય દીવાની આસિમશાએ જણાવ્યું હતું કે આ કામ કોઈ એક વ્યક્તિનું ના હોઈ શકે. એક જ સમયે દસથી બાર ટ્રેક્ટરમાંથી બેટરી ચોરી કરવી એ કોઈ મોટી જાણભેદું ગેંગનું કામ હોઈ શકે છે આ બાબતે યોગ્ય તપાસ કરી આરોપીઓ ઝડપાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

આ અંગે વાવડી ગામના ખેડૂત પરેશ પટેલે જણાવ્યુ હતું કે નર્મદા ટ્રેક્ટરોની બેટરી ઉપરાંતભૂંડ ને મારવાના ઝટકા મશીનમાંથી બેટરીની પણ ચોરી થઈ રહી છે. એ ઉપરાંત સોલર પ્લેટ પણ કાઢી જાય છે. ટ્રેક્ટરની બેટરી અંદાજે 7000/-ની આવે છે. જેને સસ્તા ભાવે વેચી રોકડી કરી લેતા હોય છે આવી ગેંગ ને પોલીસ ઝબ્બે કરે એવી માંગછે.
કોરોના ના કપરા સમયમાં જ્યારે ખેડૂતો માંડ પગભર થયા છે ત્યારે બેટરીઓની ચોર ગેંગ સક્રિય થતા તિલકવાળા પંથક માં ચિંતાનું મોજું ફરી વળ્યું છે

આ અંગે તિલકવાડા પોલીસ મથકમાં ફરીયાદી યાશીનશા ઉર્ફે કાલુ સલીમશા દિવાન, રહે. અલવા)ની ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી ના ટ્રેકટર સ્વરાજ ૭૧૭ રજી.નબર જી.જે.રર એચ.૪૩ર૭ તથા સાહેદ ગોરધનભાઇ જીવણભાઇ ભીલ નાઓનું ટ્રેકટર સ્વરાજ ૩૧૭ નંબર જી.જે.રર એચ ૭પ૬૭ તથા કનૈયાલાલ રામદાસભાઇ ભીલ નુ ટ્રેકટર સ્વરાજ ૩૩૫ રજી.નબર જી.જે.રર એચ ૪૯૨૭૪ તથા અર્જુનભાઇ અંબાલાલ ભીલ નાઓનું નવું ટ્રેકટર સ્વરાજ ૭૧૭ તથા રાજેશભાઇ ચંદુભાઇ ભીલનું સ્વરાજ ૭૧૭ રજી.નંબર જી.જે.૩૪ બી ૭૯૬૭ તથા કપિલભાઇ વાસુદેવભાઇ ભીલ નાઓનું સ્વરાજ ૭૩૫ રજી.નબર જી.જે.૩૪ બી પ૩.૭૬ મળી કુલ ટ્રેકટર નંગ છેક ની કુલ બેટરી નંગ ૦૬ જે એક બેટરી ની કી.રૂ. ૪,000/લેખે કુલ ૬ બેટરીની કી.રૂ.૨૪,૦૦૦/ ની કોઇ ચોરી તથા બીજા ફરીયાદી ભાણાભાઇ મોહનભાઇ બારીયા રહે.ગેંગડીયા તા.તિલકવાડા)ની ફરિયાદની વિગત મુજબ ફરીયાદીનુ ટ્રેકટર સ્વરાંજ ૭૧૭ નબર વગર નુ તથા સ્વરાજ ૩૩૫ રજી.નબ રજી.નબર જી.જે.રર એચ.૩૯30 તથા સોમાભાઇ મોહનભાઇ બારીયાનુ ટ્રેકટર સ્વરાજ ૮૪૩ રજી.નબર જી.જે.રર એચ કર૩૭ ના ટ્રેકટર ની બેટરી મળી કુલ ત્રણ ટ્રેકટરની બેટરી નંગ ૦૩ કી.રૂ. ૧૨,૦૦૦/ ની મળી કુલ 9 બેટરીની કુલ કિંમત ચોરી 36000/- ની મતાની ચોરીની ફરિયાદ કેવડિયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જોકે ઘટના બાદ તિલકવાડા પો.સ્ટેશન ના પી.એસ. આઈ એમ. બી. વસાવાએ સ્થળ તાપસ પણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ જિલ્લાના પાલેજમાં વાતાવરણમાં પલટો : કમોસમી વરસાદ વરસતા ખેડૂતો વિમાસણમાં મુકાયા…

ProudOfGujarat

જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર રસ્તા બનાવવા માટે તાલુકા કોંગ્રેસની પ્રાંત અધિકારીને રજુઆત

ProudOfGujarat

પિતાનું વારસામાં મળેલું જંગી જહાજ :- ફરી તરશે, ડૂબશે, પડ્યું પડ્યું કટાશે કે તે પહેલા ફટકારી દેવાશે???…. વારસદારો કરતા ગામવાળાઓને વધુ ચિંતા છે!!!..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!