Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા.

Share

વડોદરા જિલ્લાના કરજણ ખાતે કરજણ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સ ડોક્ટર, સફાઈ કામદાર, સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી યુવાનોને પ્રમાણપત્ર તથા બુકે દ્રારા કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલના માર્ગદર્શન હેઠળ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કોરોના કાળમાં પોતાના જીવના જોખમે કોરોના ગ્રસ્ત દર્દીઓને તબીબો, પરિચારિકાઓ તેમજ યુવાનોએ ખડેપગે સારવાર પ્રદાન કરી એક સેવાભાવી સરાહનીય અને અન્યો માટે પ્રેરણાદાયી સાબિત પુરવાર થયા હતા. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ દર્શિત બ્રહ્મભટ્ટ, જિલ્લા યુવા મોરચાના મંત્રી અર્પણ ભટ્ટ, કરજણ નગર પાલિકાના પ્રમુખ મીનાબા ચાવડા, પુર્વ ભાજપ પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા શહેરના મહામંત્રીઓ, તાલુકા શહેરના યુવા પ્રમુખો, યુવા મહામંત્રીઓ, મહીલા મોરચાના કાર્યકરો તથા પદાધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાની લેડી લેપર્ડ ડિઝાઈનર મેસન જેનયાંના 5 લાખના ડ્રેસમાં સૌને કર્યા આશ્ચર્યચકિત.

ProudOfGujarat

ભરૂચ : સાઉથ આફ્રિકાનાં ગ્રે ટાઉનમાં કાર અકસ્માતમાં ભરૂચનાં દંપતીનું મોત નીપજ્યું.

ProudOfGujarat

હજારો નહિ પણ લાખો દિલોની ધડકન એવી ચાંદની શ્રી દેવી નું રહસ્યમય સંજોગોમાં મોત થવાથી શ્રી દેવીના લાખો ચાહકો સ્તબ્ધ થઇ ગયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!