Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : લોકડાઉનની અસર: છૂટાછેડાની રોજ સરેરાશ 10થી 12 અરજી

Share

રાજ્યમાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ, રાજ્યનાં ચાર મહાનગરમાં જ 5 હજારથી વધારે છૂટાછેડાના કેસ દાખલ થયા છે. કોરોના બાદના લોકડાઉનની અસર દાંમ્પત્યજીવન પર પડી છે. પડી ભાંગેલા ધંધા-રોજગાર અને નોકરીઓ છૂટી જવાની ગંભીર અસર પતિ-પત્નીના સંબંધો પર પણ પડી છે. કોરોનામાં સામાજિક દૂરી જરૂરી છે, પણ સંબંધોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના કેસ સામે આવી રહ્યા છે.

અમદાવાદ શહેરની ફેમિલી કોર્ટમાં 2500થી વધુ છૂટાછેડાના કેસ દાખલ થયા છે. આ સિવાય બાળકના કસ્ટડી, ગાર્ડિયન, ભરણપોષણ, વચગાળાની રાહત સહિતના 11430 કેસ પેન્ડિંગ છે. સુરત શહેરમાં કોરોનામાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના 952 કેસ આવ્યા છે. વર્ષ 2020માં વડોદરાની કોર્ટમાં છૂટાછેડા માટેના અંદાજે 650 કેસ દાખલ થયા હતા. વર્ષ 2021માં 19 જુલાઇ સુધીમાં કોર્ટમાં છૂટાછેડા માટેના 729 કેસ દાખલ થયા છે.

Advertisement

રાજકોટમાં 2020ની પહેલી એપ્રિલથી 21 જુલાઇ 2021 સુધી છૂટાછેડાની કુલ 406 અરજી આવી હતી, જેમાં 232 અરજીનો હુકમથી અને 29 અરજીનો સમાધાનથી નિકાલ કરાયો છે. ભરણપોષણ માટે 949 અરજી આવી હતી. આર્થિક સંકડામણ, સ્ટ્રેસ અને નાની-નાની વાતના ઝઘડા લગ્નો ભાંગે છે. લૉકડાઉનમાં બહાર જઇ શકાય એવી સ્થિતિ ન હતી ત્યારે પતિ અને પત્ની સતત ઘરમાં હતાં, જેથી નાની-નાની વાતોમાં તકરાર થતી હતી.

અમદાવાદ નોટરી એસો. પ્રમુખ પ્રવીણ સોલંકીએ કહ્યું હતું કે શહેરમાં 500 જેટલા નોટરી છે. નોટરી પાસે કસ્ટમરી ડાઇવોર્સ કરાર કરાય છે. અમુક સમાજમાં સામાજિક રીત-રિવાજ મુજબ નોટરી પાસે રૂ.300ના સ્ટેમ્પ પેપર પર પણ છૂટાછેડાનો કરાર કરવામાં આવે છે. અમદાવાદમાં નોટરી પાસે અંદાજે મહિને 500થી વધુ છૂટાછેડાના કરાર થતા હોય છે. સુરતમાં લોકડાઉન-1 કરતાં લોકડાઉન-2માં સુરત કોર્ટમાં 150 કેસ વધુ આવ્યા છે. પહેલા લોકડાઉનમાં જ્યાં 400 કેસ આવ્યા હતા ત્યાં બીજા લોકડાઉન કે જે એક રીતે આંશિક હતો એમાં 550 જેટલા કેસ સામે આવ્યા હતા.

લોકડાઉનને કારણે મોટા ભાગની નોકરીઓ છૂટી ગઇ . ધંધા-રોજગાર પડીભાંગતાં પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા હતા. 25 ટકા પ્રેમલગ્નવાળા કે મા-બાપની મરજી વિરુદ્ધ લગ્ન કરી સ્વતંત્ર રહે છે. તેમનામાં સહનશીલતા ઓછી હોઇ, નાની-નાની વાતમાં ઉશ્કેરાઈ છૂટાછેડા લઇ લે છે. – આઇ.એમ.ખોખર, પ્રમુખ, અમદાવાદ ફેમિલી કોર્ટ બાર એસોસિયેશન.


Share

Related posts

ભૂતકાળની ભુલાયેલી એમ્બેસેડર મોટરકાર વિશે જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર થયેલ અકસ્માતને લઈને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ સ્થળપ્રદ મુલાકાત લીધી

ProudOfGujarat

ભરૂચનાં નબીપુર સબ પોસ્ટ ઓફિસનાં પોસ્ટમેન વયમર્યાદાને કારણે નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!