Proud of Gujarat
FeaturedINDIASport

‘કેપ્ટન કૂલ’ M.S.DHONI નવા લુકમાં જોવા મળ્યો: સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાઇરલ

Share

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે અત્યારે ક્રિકેટના મેદાનથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયાથી લઈને ફેન્સમાં તે હંમેશાં ચર્ચામાં રહેતો હોય છે. એકવાર ફરી કેપ્ટન કૂલ ચર્ચામાં આવ્યો છે અને આ વખતે કારણ છે તેનો ન્યૂ લૂક. સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ ખૂબ વાઇરલ થઈ રહી છે અને ફેન્સને એ પસંદ પણ છે. હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમે શુક્રવારે સવારે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ધોનીની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. એમાં તેઓ મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ દેખાડી રહ્યા છે.
પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન પણ મહેન્દ્ર સિંહ ધોનીની નવી-નવી હેરસ્ટાઈલ હંમેશાં ચર્ચામાં રહી છે. પછી ભલે એ કરિયરની શરૂઆતના દિવસોમાં લાંબા ભૂરા વાળ હોય અથવા વર્લ્ડકપની જીત પછી અચાનક મુંડન કરાવી લેવાની વાત હોય. ધોનીએ હંમેશાં તેના લૂક માટે તેના ફેન્સને ચોંકાવ્યા જ છે. હવે મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે, એ પછી પણ તે નવા નવા લૂક્સમાં જોવા મળે છે. નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં જ ક્રિકેટના મેદાન ઉપર પણ દેખાશે. યુએઈમાં આઈપીએલના બીજા હિસ્સા માટે એમએસ ધોની ટૂંક સમયમાં જ ચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પ સાથે જોડાવાનો છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના જુના ટોઠિદરા ગામે ઉપસરપંચની ચુંટણીની અદાવતે મારામારી કરતા ત્રણ ઇસમો સામે સરપંચની ફરિયાદ.

ProudOfGujarat

આઈ.ટી.આઈ. અંકલેશ્વર ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો.

ProudOfGujarat

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના ગેટની સામે ઊભા રહી યુવકોને બીભત્સ ઈશારા કરતી 3 યુવતી ઝડપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!