સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઊજવણી તા. ૨૯/૦૭/૨૦૨૧ કરવામાં આવી હતી.કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા વિદ્યાર્થીઓને વન્યજીવના સંરક્ષણ માટે આહવાન કરવામાં આવ્યું હતું.
પ્રાણીશાસ્ત્ર વિભાગના વડા ડૉ. રાજેશ સેનમા દ્વારા વિશ્વમાં વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે રશિયાના સેન્ટ પિટર્સબર્ગ નામના શહેરમાં યોજાયેલી ટાઇગર સમિટમાં દર વર્ષે ૨૯ મી જુલાઇના રોજ “આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ” ની ઊજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો એમ જણાવવામાં આવ્યું હતું. ૨૦૧૮ માં થયેલ વાઘની વસ્તી ગણતરી મુજબ હાલમાં વાઘની વસ્તી ૨૯૬૭ છે એમ જણાવવમાં આવ્યું હતું. ડૉ. સેનમા દ્વારા પ્રોજેક્ટ ટાઇગર વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ઊજવણીના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પ્રતિસ્પર્ધીઓનું મૂલ્યાંકન અને આયોજન જીગર પટેલ, મુબીના આજમ, શીતલ પટેલ અને સંજના ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ
સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઊજવણી કરાઇ.
Advertisement