હાલ નર્મદામા વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં ડેડીયાપાડા સાગબારા પંથકમા ભારે વરસાદ થયો છે. જેમા હાલ ભારે વરસાદમા હાઇવે રોડ રસ્તાનું ભારે ધોવાણ થયું છે. જેમાં મોવીથી ડેડીયાપાડાનો 10 કિમિનો રસ્તો બુરી રીતે ધોવાઈ ગયો છે.
રસ્તા પર પીળી માટી પાથરી દેતા ત્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આખો રોડ કાદવવાળો થઈ ગયો છે. જેને કારણે કાદવમાં નાના વાહનો ફસાઈ જવાના સ્લીપ થવાના, અકસ્માતને આમંત્રણ આપતા બિસ્માર રસ્તાથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. દર વખતે નવા બનાવતા રસ્તાઓની પોલ વરસાદ ખોલી નાંખે છે. હાઇવે રોડના તકલાદી કામોને કારણે ધોવાઈ જતા રસ્તાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે તાકીદે પુરાણ અને સમારકામની કામગીરી હાથ ધરાય તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
Advertisement