Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ચુડાના કુડલા ગામે પશુ ચારવા બાબતે જુથ અથડામણ , 10 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ.

Share

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કુડલા ગામે પશુ ચારવા બાબતે એક જ જ્ઞાતિના બે પક્ષો વચ્ચે જુથ અથડામણ સર્જાઈ હતી. બન્ને પક્ષોના 30 થી વધુ લોકો તીક્ષ્ણ હથિયારો જેવા કે લાકડી, પાઈપ, ધારિયા લઈ સામ-સામા આવી ગયા હતા. એકબીજા પર હુમલો કર્યો હતો. જેમાં બન્ને પક્ષોના 10 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

ચુડા તાલુકાના કુડલા ગામે પશુ ચારવા બાબતે ભયંકર મારામારી થઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી હતી. એક જ જ્ઞાતિના બે પક્ષોના લોકો વચ્ચે વૃદ્ધાના બારમાંની વિધિમાં બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

બન્ને પક્ષોના 30 થી વધુ લોકો લાકડી, પાઈપ, ધારીયા સહિતના પ્રાણ ઘાતક હથિયારો લઈ સામ-સામા આવી ગયા હતા. એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. હુમલામાં બન્ને પક્ષોના 10 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

Advertisement

જેમાં એક પક્ષના ભુરાભાઈ શિયાળિયા, દાનાભાઈ શિયાળિયા, રામાભાઇ શિયાળિયા, ગીગાભાઈ શિયાળિયા, મયુરભાઈ શિયાળિયા, વાલાભાઈ શિયાળિયા ઘાયલોને સારવાર માટે ચુડા હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યારે સામા પક્ષના ઘાયલોને સારવાર અર્થે સામૂહિક આરોગી કેન્દ્ર ચૂડા ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચુડા પોલીસ હોસ્પિટલ પહોંચી બન્ને પક્ષોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર , સુરેન્દ્રનગર


Share

Related posts

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના અંગે મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યુ, સહાયની કરી જાહેરાત

ProudOfGujarat

સુરેન્દ્રનગર : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ૮૪ મી શિવ જયંતિ નિમિતે સર્વધર્મ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચનાં પશ્ચિમ વિસ્તારમાં બિસ્માર માર્ગનાં કારણે વેપારીને નુકસાન…વેપારી મંડળ મેદાનમાં ઊતર્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!