સત ચેતના પર્યાવરણ છેલ્લા આઠ વર્ષથી ભરૂચમાં પર્યાવરણલક્ષી વિવિધ કાર્યો કરે છે, આ પર્યાવરણલક્ષી કાર્યોમાં વિવિધ ધાર્મિક ઉત્સવોમાં પણ પર્યાવરણનું પ્રદૂષણ થાય છે તે અંતર્ગત જાહેર જનતાને જાગૃત કરવા અભિયાન કરવામાં આવી રહ્યા છે.
નજીકના દિવસોમાં દશામાં, તાજિયા અને ગણેશોત્સવ જેવા હિન્દુ, મુસ્લીમના ધાર્મિક તહેવારો આવી રહ્યા છે ત્યારે ભરૂચની જનતા પર્યાવરણપ્રેમી અને ધર્મપ્રેમી છે ગત વર્ષે ભરૂચની જનતાએ 1500 જેટલી માટીની મૂર્તિઓનું સ્થાપના કરી હતી જેને અનુલક્ષીને પર્યાવરણ બચાવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું. તે જ રીતે આ વર્ષે પણ ભરૂચની પ્રજા પર્યાવરણ બચાવવા માટે ખાસ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે, ભરૂચ પંથકમાં દર વર્ષે પી.ઓ.પીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે જેથી પી.ઓ.પી. ની મુર્તિથી માં નર્મદા મૈયાને પ્રદુષિત ન કરીને માટીની મુર્તિ સ્થાપવા અપીલ કરવામાં આવી હતી.
પી.ઓ.પી. ની મુર્તિના રંગ અને રસાયણથી નર્મદા નદી પ્રદુષિત થાય છે તે સાથે તેમાં રહેલા જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે અને આ પ્રતિમાઓ વિસર્જન બાદ થોડા સમયમાં કિનારા પર વિકૃત હાલતમાં આવતી જોવા મળે છે જેને લઈને આવી મૂર્તિઓ કુદરતી જળસ્ત્રોતમાં ન વિસર્જિત કરી અને કૃત્રિમ જળકુંડ બનાવવામાં આવે તેવી સત ચેતના પર્યાવરણ સંગઠનની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
રિધ્ધી પંચાલ , ભરુચ