ગુજરાતીમાં કહેવત છે કે ઉતવાળે આંબા ના પાકે એ કહેવત અહીં સાચી પડી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે વિશ્વ કક્ષાનું રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ થયાના થોડા મહિનાઓ માજ વાવાઝોડાને લીધે રેલવે સ્ટેશનના પતરા ઊખડી ગયા હતા. ચોમાસા ત્યારે હાલમાં જ પડેલા ભારે વરસાદને કારણે ચાણોદથી કેવડિયા સુધીની ૩૨ કિલોમીટરના રેલવે ટ્રેકમાં ૨૨ સ્થળે માટીનું ધોવાણ થઈ જવા પામ્યું છે. જેને કારણે રેલવે તંત્રદોડતું થઇ જવા પામ્યું છે.રેલવે સ્ટેશનના ઉદ્ઘાટનની ઉતાવળમા થયેલ કામગીરીની પોલ ખુલી જતા હાલ તો રેલવે સત્તાવાળાઓની પોલ ખુલી જવા પામી છે. જોકે હાલ રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ધોવાણ થયેલી જગ્યાએ પુરાણની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
સૂત્રો પાસેથી મળતી મહીતી મુજબ આ રૂટ પર ૫૦ કિમીની સ્પીડ ઉપર ટ્રેન ચલાવવા તેમજ ૩ રેલવે બ્રિજ પાસે માત્ર ૧૦ ની સ્પીડે જ ટ્રેન ચલાવવા આદેશ કરવામાં આવ્યો છે. આ ૩૨ કિલોમીટરનો ટ્રેક સૌથી ઝડપી ૯ મહિનામાં બનાવાયો હતો. ટ્રેકની માટી ધોવાણની મરામત માટે હાલ રેલવેના ૧૫૦ કર્મચારીઓ, ખાનગી એજન્સીના કામદારોને કામે લગાડીને કરવામાં આવી રહ્યું છે.
જોકે હવે ટ્રેકના રિપેરિંગને એક મહિનો લાગશે ત્યાં સુધી લાંબા રૂટની ટ્રેન ચાલુ રહેશે. જ્યારે પ્રતાપનગરની ટ્રેન બંધ કરવામાં આવી છે રેલવે દ્વારા સમગ્ર તકલાદી કામગીરી અંગે ભાંડો ન ફૂટે એ માટે ડેઇલી અને ૨ વીકલી ટ્રેન ચાલુ રાખવામાં આવી છે. જેને ધીમી ગતિએ ચલાવવામા આવી રહ્યું છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
ચાણોદથી કેવડિયાના ૩ર કિ.મી.ના રેલવે ટ્રેકમાં પ્રથમ વરસાદમાં જ રર સ્થળે માટીનું ધોવાણ થયું.
Advertisement