રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા “ અન્ન પૂર્ણા“ પ્રોજેક્ટ અંતર્ગત નગરપાલિકા શાળામાં અભ્યાસ કરતી આશરે 100 જેટલી ગરીબ દિકરીઓને કુપોષણ અને કોરોના જેવી મહામારી દરમિયાન ઇમ્યુનિટી સામે રક્ષણ મળી રહે તે હેતુથી ફળ અને ડ્રાયફ્રૂટ તથા દુધનું વિતરણ કરવામાં આવ્યું હતું .આ સાથે એમને વરસાદથી રક્ષણ માટે વિના મૂલ્યે રેઇનકોટ પણ આપવામાં આવ્યા હતા.
રેઇનકોટ વિતરણ પ્રસંગે જિલ્લા શાસનાધિકારી નિશાંત દવે , ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ , નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઈંદીરા રાજ, રોટરી વેલફેર ટ્રસ્ટના ચેરમેન અનિશ પરીખ, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડો વિક્રમ પ્રેમકુમાર, સેકરેટરી રચના પોદ્દાર, શિક્ષકો સાથે અન્ય રોટેરીયન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement