ભરૂચ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ રાજેશ ઉર્ફે રાજુ પંડિતે ભરૂચ તાલુકાના ઉમરાજ ગામના તલાટી કમ મંત્રી પાસે આર. ટી. આઈ હેઠળ માહીતી માંગી હતી જેમાં તૃપ્તિ દેસાઈએ અરજદારને માગ્યા મુજબની માહીતી સમય મર્યાદામાં અને પ્રથમ અપીલ અધિકારી ટી.ડી.ઓ ના હુકમ હોવા છતા આપી ન હતી.
ઉમરાજના તલાટીએ પોતાના ઈરાદાપૂર્વક ઉદ્ધત અને લાપરવાહી પૂર્ણ લેખિત જવાબ અરજદારને આપતાં અરજદાર સંતોષકારી ન થતા અરજદાર રાજેશ ઉર્ફે રાજુ પંડિતે આ સંદર્ભે ગુજરાત માહીતી આયોગનો દરવાજો ખટખટવ્યો હતો. જે અંગે આજરોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કલેકટર કચેરીમાં સુનાવણી થઇ હતી.
આજરોજ કલેકટર કચેરીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમ યોજાયેલ સુનવણીમાં અરજદારે માહીતી આયોગ કોર્ટમાં અધિકારી સમક્ષ રજુઆત કરી હતી જેમાં કોર્ટ અધિકારીએ હાજર રહેલા તલાટી કમ મંત્રીને દુરવ્યવહાર કરવા બદલ ઠપકો આપ્યો હતો તે ઉપરાંત અરજદારની માંગણી મુજબ 30 દિવસમાં જ માહીતી સ્પષ્ટ અને વિના મુલ્યે આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
સરકારી કાયદાઓ મુદ્દત મુજબના હોવા છતાં સરકારના જ કર્મચારીઓના કામમાં કચાસ અને ઢીલાસ જોવા મળી રહી છે. હવે જોવું રહ્યું કે ઉમરાજના તલાટી કમ મંત્રી કોર્ટનાં આદેશનું પાલન કરે છે કે નહિ…? અને અરજદાર સાથે વ્યવસ્થિત વ્યવહાર કરે છે કે નહિ.