Proud of Gujarat
INDIAFeaturedGujarat

લોકસભામાં ચાલી રહેલા મોન્સૂન સત્રમાં ભરૂચનાં સાંસદ મનસુખભાઇ વસાવાએ નિયમ 377 હેઠળનો મુદ્દો ઉઠાવ્યો.

Share

હાલ લોકસભાનું મોનસૂનસત્ર ચાલી રહ્યું છે. આ મોન્સૂન સત્રમા ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ નિયમ 377 હેઠળનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં 
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સરકારી યોજનાઓના અમલીકરણમાં સરકારી તંત્રને વધુ પારદર્શી બનાવવાની સાંસદે માંગ કરી છે.

સંસદ સત્રમા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ભારતની સૌથી વધુ વિકાસથી વંચિત જાતિઓમાની એક જાતિ છે. સંવિધાનના નિર્માતાઓએ બધા જ પ્રકારના વંચિત વર્ગોને ભેદભાવમાંથી છુટકારો આપવા બંધારણમા રક્ષણ આપેલ છે. જેમાં શિક્ષણ અને નોકરીઓમાં વંચિત વર્ગોને અનામત આપવાનો પણ હેતુ રાખેલ છે. હાલ દેશ 75 મી વર્ષગાંઠ મનાવી રહ્યો છે ત્યારે ભારત સરકારને મારી અપીલ છે કે આવા વંચિત વર્ગોને દેશના વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ખાસ પ્રયત્નો કરવાની જરૂર છે. આપણા વડાપ્રધાન પણ પછાત જાતિઓનો વિકાસ ઈચ્છી રહ્યા છે ત્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સરકારી યોજનાઓના અમલીકરણ સરકારી તંત્રને વધુ પારદર્શી બનાવવા અનુરોધ કર્યો છે.

Advertisement

જ્યોતિ  જગતાપ, રાજપીપલા 


Share

Related posts

હાલમાં કોરના વાયરસનાં ફેલાવવાનાં કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહયુ છે આ સમયે ભરૂચ જિલ્લાનાં આમોદ ૧૦૮ નાં સ્ટાફે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

ProudOfGujarat

વડોદરા : ગોત્રી વાસણા રોડ ઉપર પાર્ક કરેલ કારના ટાયર ચોરી થયાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.

ProudOfGujarat

નેત્રંગ પોલીસે મહારાષ્ટ્ર રાજ્યના મુસાફરોને ભોજન કરાવી વતન રવાના કયૉ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!