સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે. પરંતુ રસીકરણ કાર્યક્રમ ગોકળગાયની ગતિએ થઈ રહ્યું છે . વેક્સીનેશન કાર્યક્રમમાં વેકસીન લેનારા લોકોની સંખ્યા સામે ડોઝ પૂરતો નથી જેને કારણે બુધવાર અને રવિવારના દિવસે વેકસીન આપવાનો કાર્યક્રમ બંધ રાખવામા આવતો હતો, અને સાથે પ્રથમ ડોઝ ની સામે બીજા ડોઝનો જથ્થો પણ ઓછા પ્રમાણમાં છે .
તાજેતરમાં રાજ્યકક્ષાએથી મળેલ સુચના અનુસાર તા.૦૧/૦૮/૨૦૨૧ ના રવિવારના દિવસે ખાસ રસીકરણ ઝુંબેશ માત્ર બીજા ડોઝના લાભાર્થીઓ માટે રાખવાનું આયોજન કરવામાં આવેલ છે. હવે પ્રથમ ડોઝ લેનારા લોકોનો દર ઑછો થઈ ચૂક્યો છે તેની સામે 18 થી વધુ વના લોકોને બીજા ડોઝની જરૂર છે . રોજબરોજ આરોગી સેતુ એપ પર પણ બીજો ડોઝનું રજીસ્ટ્રેશન મળતું નથી અને ઘણી જહેમત બાદ હોસ્પિટલોમાં લાંબી લાઈનોમાં ઊભા રહ્યા બાદ માત્ર 100 ડોઝ જ આપવાને કારણે ઘણી વાર ઘાકકા ખાવાના આવા આવી રહ્યા હતા .
આથી બીજા ડોઝના લાભાર્થીઓને આ ખાસ રસીકરણ ઝુંબેશનો લાભ અનુરોધ કરવા જણાવવામાં આવેલ છે. આ ઝુંબેશ માત્ર બીજા ડોઝ (કોવિશીલ્ડ કે કોવેક્સીન) માટે હોઈ પ્રથમ ડોઝના કોઈ પણ લાભાર્થીઓ ન જવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચે અપીલ કરી છે.