Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ખાતે શ્રી.એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 9 થી 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કાર્યરત શ્રી.એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સરકારના આદેશ અને શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ કોરોના મહામારીની પરિસ્થિતિ માં 15/7/21 થી ધોરણ-12 ના વર્ગો ચાલુ કરવામાં આવ્યા હતા.

સરકારના આદેશ મુજબ 26/7/21 ના રોજથી ધો-9 થી 11 ના વર્ગો શરૂ કરવાના હતા. પરંતુ બોર્ડ દ્વારા ધો 10 ના રિપીટર અને પૃથ્થક ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા એન.ડી.દેસાઈ હાઈસ્કૂલ ખાતે સેન્ટર આવેલું હોવાથી 27/7/21 ના રોજ પરીક્ષા પૂર્ણ થયા બાદ આજરોજથી ધો-9 થી 11 વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. શાળાના આચાર્ય પારસ મોદીએ માહિતી આપતા જણાવ્યું કે જે વર્ગો શરૂ કરવામાં આવ્યા છે તેમાં વિદ્યાર્થી અને તેમના વાલીઓને સંમતિ સાથે બોલાવવામાં આવ્યા છે. તેમજ આરોગ્ય વિભાગની એસ.ઓ.પી.મુજબ તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની મહાકાળી ફાર્માકેમ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ…

ProudOfGujarat

વડોદરા : સિમલી ગામના આદિવાસી પરિવારમાં ખોરાકની નાડીની વિકૃતિ સાથે જન્મેલા શિશુ માટે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ બન્યું આશીર્વાદરૂપ.

ProudOfGujarat

પેટ્રોલ-ડીઝલનાં અસહ્ય ભાવવધારા સામે કોંગ્રેસ દ્વારા ઉમરપાડા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણા યોજી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!